Gujarat Today Rain :ગુજરાતમાં 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, સુરતમાં 13.6 ઇંચ ખાબક્યો, ક્યાં કેટલો નોંધાયો?

Aaj Nu Havaman, Gujarat Rain : 24 કલાકમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 13.6 ઈંચ નોંધાયો હતો.

Aaj Nu Havaman, Gujarat Rain : 24 કલાકમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 13.6 ઈંચ નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rainfall data

ગુજરાતમાં વરસાદ - photo - canva

Aaj Nu Havaman, Gujarat Rain, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. મેઘરાજાની સવારી મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગઈ છે ત્યારે સોમવારે સુરતમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં ખાબકતા શહેર આખું પાણી ગરકાવ થયું હતું. 24 કલાકમાં વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 13.6 ઈંચ નોંધાયો હતો.

24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 23 જૂન 2025 સવારે 6 વાગ્યાથી લઈને 24 જૂન 2025, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયમાં રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેર અને સુરત જિલ્લામાં નોંધાયો હતો. 170 તાલુકામાં 1 એમએમથી લઈને 13.6 ઈંચ સુધીનો વરસાદ નોધાયો હતો.

સુરત શહેરમાં સૌથી વધારે 13.6 ઈંચ વરસાદ

વરસાદ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતમાં 24 કલાકમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર શહેર પાણી પાણી થયું હતું. ઓફિસો, માર્કેટો, રસ્તાઓ, નીચાણવાળા ઘરો જ્યાં જુઓ ત્યાં નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Gujarat Heavy Rain Forecast
સુરતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

સુરત જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

તાલુકોવરસાદ (ઇંચમાં)
સુરત શહેર13.6
કામરેજ10.7
પલસાણા8.2
બારડોલી6.6
ઓલપાડ5
ચોરાસી4.3
માંડવી3.5
માંગરોલ3.1

આ પણ વાંચોઃ-Surat Rainfall: સુરત શહેર જળબંબાકાર, દુકાનો-ઓફિસોમાં પાણી ઘૂસી ગયા, જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં 24 કલાક વરસાદના આંકડા

12 તાલુકામાં 3થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 170 તાલુકા પૈકી 12 તાલુકા એવા છે જેમાં 3થી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. સુરત, નર્મદા, તાપી, આણંદ, નવસારી, ભરૂચ, પંચમહાલ જિલ્લાના તાલુકાનો સમાવેશ થાય છે.

Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત