Gujarat Rain Weather Forecast Update Today: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. રાજ્યમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લા બાદ વરસાદ નર્મદા જિલ્લા તરફ વળ્યો હતો. મંગળવારના દિવસ સુરત સહિત નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકના વરસાદ અંગે વાત કરીએ તો રાજ્યમાં 142 તાલુકામાં વરસાદનોં ધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના નાંદોદમાં નોંધાયો હતો.
ગુજરાતમાં 25 કલાકમાં 142 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 24 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 24 જૂન 2025 સવારે 6 વાગ્યા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જીલ્લાના નાંદોદમાં 8.66 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ દાહોદમાં 7.56 ઈંચ વરસાદ પડ્યો હતો.
9 જિલ્લાના 18 તાલુકામાં પડ્યો 5 ઈંચથી વધારે વરસાદ
વરસાદના મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગુજરાતના 9 જિલ્લાના 18 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 8.66 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નર્મદાના નાંદોદમાં સૌથી વધારે 8.66 ઈંચ વરસાદ નોંધાયો હતો. નિચે કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં)નર્મદા નાંદોદ 8.66દાહોદ દાહોદ 7.56નર્મદા તિલકવાડા 7.13છોટા ઉદેપુર જેતપુર પાવી 6.97પંચમહાલ શેહરા 6.81વલસાડ ધરમપુર 6.69વલસાડ વાપી 6.18સુરત બારડોલી 5.94મહિસાગર વિરપુર 5.94દાહોદ સિંગવાડ 5.55અરવલ્લી મોડાસા 5.5પંચમહાલ મોરવા(હડફ) 5.4તાપી સોનગઢ 5.12મહિસાગર લુણાવાડા 5.1પંચમહાલ ગોધરા 5.1તાપી વ્યારા 5.04
57 તાલુકામાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 57 તાલુકા એવા છે જેમાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
આ પણ વાંચોઃ- Gujarat today Rain forecast: આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
આજે વરસાદ આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે.





