Gujarat Rain forecast: ગુજરાતમાં ચોમાસું જામ્યું, આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે, IMD ની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today: ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today: ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

સાબરકાંઠા, અરવલ્લી સહિત 9 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડશે

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવાર માટે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

અહીં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે 1 જુલાઈ 2025, મંગળવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર, આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

Advertisment

આગામી થોડા દિવસો માટે હવામાનની સ્થિતિ શું છે?

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. દક્ષિણના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ પૂર જેવી સ્થિતિની શક્યતા ઓછી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત