Gujarat Rain forecast: ગુજરાતમાં વરસાદ, આજે અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ, IMD એ શું કરી આગાહી

Gujarat Rain Weather Forecast Update Today: સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે બુધવારના દિવસે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today: સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે બુધવારના દિવસે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman Gujarat Rain

આજનું હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update, આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં પણ પણ વરસાદ પડ્યો હતો. આજે બુધવારના દિવસે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Advertisment

24 કલાક આ જિલ્લા માટે ભારે

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ત્યારે ખાસ કરીને આજે બુધવાર એટલે 24 કલાક માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

આ ઉપરાંત આજે બુધવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છ. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-ભાવનગરના સિહોરમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાયા વાહનો, જુઓ વીડિયો

Advertisment

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગ પ્રમાણે 24 કલાક બાદ એટલે કે ગુરુવારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત