Gujarat Rain forecast: ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

aaj nu havaman, Gujarat weather forecast : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

aaj nu havaman, Gujarat weather forecast : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
aaj nu havaman gujarat rain forecast

ગુજરાત વરસાદ, આજની આગાહી- Photo- IMD

Today havaman, gujarat rain forecast, આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં હવે સત્તાવાર ચોમાસું બેશી ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બુધવારના દિવસે ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે આજે 19 જૂન 2025, ગુરુવારના દિવસે રાજ્યના દક્ષિણ ભાગ અે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ-ભાવનગરમાં મેઘો મુશળધાર; મહુવામાં વરસાદે તારાજી સર્જી, રાજ્યમાં વરસાદી આફતના કારણે 18 લોકોના મોત

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે પાટણ, મહેસાણા, ગાંધીનગર,ખેડા, અમદાવાદ,જામનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત