Gujarat Rain forecast: ગુજરાતમાં વરસાદની રમઝટ, આજે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં વરસાદની રમઝટ ચાલી રહી છે ત્યારે રોજે રોજ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જોકે, છેલ્લા બે દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. જોકે, હવામાન વિભાગે આજે બુધવારના દિવસે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આજે અહીં પડશે ભારે વરસાદ

રાજ્યમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે 2 જુલાઈ 2025, બુઘવારના દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે.

જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ,દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

Advertisment

આ પણ વાંચોઃ-સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, ₹.943 કરોડના આર્થિક વ્યવહારો આવ્યા સામે

આગામી સાત દિવસ કેવો રહેશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. દક્ષિણના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પણ વરસાદ ચાલુ રહેશે, પરંતુ પૂર જેવી સ્થિતિની શક્યતા ઓછી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત