Gujarat Rain forecast: દક્ષિણ ગુજરાતમાં મેઘાની સવારી, આજે પાંચ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, IMD નું રેડ એલર્ટ

aaj nu havaman, Gujarat weather forecast : આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

aaj nu havaman, Gujarat weather forecast : આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
aaj nu havaman gujarat rain forecast

ગુજરાત વરસાદ, આજની આગાહી - photo- IMD

Gujarat Rain Weather Forecast Update Today, ગુજરાતમાં વરસાદની આગાહી : સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ મેઘાની સવારી દક્ષિણ ગુજરાત તરફ વળી છે. ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Advertisment

ડાંગ, નવસારી, વલસાડ સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરુ થયું છે. ગુજરાતમાં વરસાદે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભુક્કા બોલાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહ

હવામાન વિભાગ પ્રમાણએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.

Advertisment

આ પણ વાંચોઃ-Kirti Patel: કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર

25 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ પછી અમદાવાદ શહેરનો શાહીબાગ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગાંધીનગરમાં વરસાદ અને વાવાઝોડા પછી લોકોને ડૂબી ગયેલા અંડરપાસ પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઘણા વાહનો ફસાયા હતા. હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં આગાહી કરવામાં આવી છે કે 25 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ચાલુ રહેશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત