/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/gujarat-heavy-rain-forecast.jpg)
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD
Today havaman, gujarat rain forecast, આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી : મેઘરાજા અત્યારે દક્ષિણ ગુજરાતના રાઉન્ડ ઉપર છે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના રાઉન્ડ પર નીકળશે. આજે રાજ્યના ઉત્તર અને દક્ષિણ બે ઝોનમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.
ગુજરાતમાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે વરસાદ પડવાનું પણ શરું થઈ ગયું છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા ઉપર દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી મળીને રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી હતી.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણએ ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40 કીમી પ્રતિ કલાક સાથે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ પડશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 20 થી 26 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 22 થી 24 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us