/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-rain-red-alert-2.jpg)
ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની રેડ એલર્ટ - photo- IMD and Express photo
Today havaman, gujarat rain forecast, આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘારાજાની સવારી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ રાજ્યના તમામ ઝોનમાં વરસાદ પડી ચૂક્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવમાન વિભાગે આજે સોમવારે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
બનાસકાંઠા સહિત રાજ્યના 10 જિલ્લામાં વરસાદની રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ- શું રાહુલ ગાંધી નવી ટીમની મદદથી ગુજરાતમાં ભાજપને હરાવી શકશે? જાણો સંગઠનમાં ફેરબદલથી કોંગ્રેસની તાકાત વધશે કે નહીં
હવામાન વિભાગ પ્રમાણે આજે 24 જૂન 2025, મંગલવારના દિવસે અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us