Gujarat Rain forecast: આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain Weather Forecast Update Today: સુરત જિલ્લા બાદ મંગળવારે વરસાદે નર્મદા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવે આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today: સુરત જિલ્લા બાદ મંગળવારે વરસાદે નર્મદા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવે આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today havaman, gujarat rain forecast

હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ - photo-IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update, આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં ચોમાસા જામવા લાગ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધેધનાધમ કર્યા બાદ હવે વરસાદ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. સુરત જિલ્લા બાદ મંગળવારે વરસાદે નર્મદા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવે આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment

આજે વરસાદ આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે.

આ વિસ્તારોમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ- અમદાવાદ રથયાત્રા: ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AI નો ઉપયોગ, ટ્રક-અખાડાનું લોકેશન જાણવા GPS સિસ્ટમ

Advertisment

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત