/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/gujarat-rain-tapi-and-narmada.jpg)
ગુજરાતમાં તાપી અને નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ - photo- IMD- Express
Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ચોમાસું જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ રાજ્યમાં વરસાદ પણ જામતો જાય છે.બુધવારના દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદી માહિલો વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.
તાપી અને નર્મદા જિલ્લામાં આજે વરસાદ ભુક્કા બોલાવશે
ભારે વરસાદ વચ્ચે નર્મદા અને તાપી જિલ્લામાં ફરી હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આજે 26 જૂન 2025, ગુરુવારના દિવેસ નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે.
આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ-શું તમે જાણો છો: પહેલા વરસાદમાં માટીની અદ્ભુત સુગંધ કેમ આવે છે?
હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us