/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ashadhi-beej-heavy-rain-forecast.jpg)
ગુજરાતમાં રથયાત્રાના દિવસે ક્યાં પડશે ભારે વરસાદ - Photo- IMD , Express photo
Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: આજે અષાઢી બીજ છે ગુજરાતમાં ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે.બીજી તરફ ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદી માહોલમાં હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કૂલ 14 જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ પડશે.
14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
આજે અષાઢી બીજના દિવસે હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાઠા, બનાસકાઠા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આ જિલ્લાઓમાં પડશે ભારે આગાહી
હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો :- અમદાવાદ રથયાત્રા: ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AI નો ઉપયોગ, ટ્રક-અખાડાનું લોકેશન જાણવા GPS સિસ્ટમ
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us