Gujarat Rain forecast: ગુજરાતમાં ચોમાસું, આજે વરસાદ 12 જિલ્લાઓમાં બોલાવશે ધબધબાટી

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત વરસાદ હવામાન આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રોજે રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ વરસાદ પણ પોતાનો રંગ બતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment

ગાંધીનગર સહિત 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે 3 જુલાઈ 2025, ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસગાર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં અહીં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને સુરત સહિત અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

Advertisment

આ પણ વાંચોઃ-અરવિંદ કેજરીવારના ભાજપ પર તીખા પ્રહાર, ‘ભ્રષ્ટાચારને કારણે સુરતમાં પૂર આવ્યું’

ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત