Gujarat Rain forecast: ગુજરાતમાં મેઘાની જમાવટ, આજે ક્યાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની શું છે આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે ફરી આજની આગાહી આપી છે. આજે સોમવારે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

Gujarat Rain Weather Forecast Update Today: હવામાન વિભાગે ફરી આજની આગાહી આપી છે. આજે સોમવારે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ- photo-IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી મેઘાની જમાવટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસાની શરુઆતથી જ સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક અતિ ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ક્યાંક ઝરમર વરસાદમાં લોકોનો આનંદ મ્હાણી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ફરી આજની આગાહી આપી છે. આજે સોમવારે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

Advertisment

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી

ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે 30 જૂન 2025, સોમવાર માટે આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહિસાગરમાં ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દામણ, દાદરા નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-જજ સાહેબ સામે ટોયલેટ સીટ પર બેઠેલો વ્યક્તિ હાજર થયો, ગુજરાત હાઈકોર્ટનો વીડિયો વાયરલ

Advertisment

સપ્તાહની શરુઆતમાં પાટણ, પંચમહાલ, વડોદરા, નર્મદ, ડાંગ, તાપી, નવસારી, પોરંબદર, જામનગર, રાજકોટ, ભાવનગર,મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત