આજનું હવામાન, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં હાડથીજવતી ઠંડી, નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાત રાજ્યમાં હાડથીજવતી ઠંડી પી રહી છે. રાજ્યમાં એકદમ તાપમન ગગડ્યું છે. રાજ્યમાં 4 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે ચાર રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાત રાજ્યમાં હાડથીજવતી ઠંડી પી રહી છે. રાજ્યમાં એકદમ તાપમન ગગડ્યું છે. રાજ્યમાં 4 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે ચાર રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

author-image
Ankit Patel
New Update
ગુજરાતમાં કડકડતી ઠંડી Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - Express photo by IE Gujarati

Today Weather, Aaj Nu Havaman, આજનું હવામાન : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પડલી ભારે બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં હાડથીજવતી ઠંડી પી રહી છે. રાજ્યમાં એકદમ તાપમન ગગડ્યું છે. રાજ્યમાં 4 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે ચાર રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વધુમાં આ સમયગાળા દરમિયાન 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Advertisment

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી 4 ડિગ્રી નીચે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. 3.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા થથર્યું હતું. 

આ ઉપરાંતગાંધીનગરમાં તાપમાન 10 ડિગ્રી નીચે ઉતર્યું હતું. રાજકોટમાં પણ 8.9 ડિગ્રી લઘુતમ, અમરેલીમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલું તાપમાન નોંધાયું.

શહેરલઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ11.6
ડીસા12.0 
ગાંધીનગર09.5 
વિદ્યાનગર13.0
વડોદરા12.4
સુરત14.0
દમણ15.2
ભૂજ09.0 
નલિયા03.8
કંડલા પોર્ટ12.2
કંડલા એરપોર્ટ08.9
ભાવનગર12.0
દ્વારકા13.6
ઓખા16.8
પોરબંદર11.5
રાજકોટ08.9
વેરાવળ15.5
દિવ14.3
સુરેન્દ્રનગર10.0
મહુવા12.6
કેશોદ08.5
Advertisment

ચાર રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

તીવ્ર શીત લહેર વચ્ચે, હવામાન વિભાગે ફરી એકવાર તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠેથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

દરમિયાન આ વરસાદને કારણે બાકીના દક્ષિણ રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વરસાદ દરમિયાન પવનની ગતિ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે?

રાજસ્થાનમાં આજે સોમવાર, 12  જાન્યુઆરીના રોજ હાડ ઠંડક પ્રસરી જશે. પિલાની, સીકર, શ્રીગંગાનગર, બિકાનેર, ઉદયપુર, જોધપુર અને ઝુનઝુનુમાં લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. 

આ પણ વાંચોઃ- Somnath Temple: સોમનાથનો મહિમા, સનાતનનો ઉત્સવ અને 108 ઘોડાઓ... શૌર્ય યાત્રામાં જોડાયા પીએમ મોદી

આગામી અઠવાડિયામાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. જયપુરમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

શિયાળો આજનું હવામાન અપડેટ વેધર ન્યૂઝ કોલ્ડ વેવ