scorecardresearch

ગોપાલ ઈટાલીયાના ‘ભાજપ પટેલ વિરોધી પાર્ટી’ ના આરોપ પર ધમાસણ, સમાજના નેતાઓ વિભાજિત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માં બીજેપી (BJP), આપ (AAP) અને કોંગ્રેસ (Congress) વ્યસ્ત. આપ નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ના વીડિયો વાયરલની ચર્ચા જોરશોરમાં છે, ભાજપ પાટીદાર (Patidar) વિરોધી પાર્ટીના નિવેદન પર પાટીદાર સમાજના નેતાઓ વિભાજિત.

ગોપાલ ઈટાલીયાના ‘ભાજપ પટેલ વિરોધી પાર્ટી’ ના આરોપ પર ધમાસણ, સમાજના નેતાઓ વિભાજિત
ગોપાલ ઈટાલિયાના ભાજપ પાટીદાર વિરોધી નિવેદન બાદ ધમાસણ

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાના એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરતા સાંભળવામાં આવી રહ્યા છે. ઈટાલિયાના વીડિયોમાં પાટીદાર પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા થોડા સમય માટે તેમની અટકાયતના એક દિવસ બાદ, ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં ખોડલધામ મંદિરની મુલાકાત લીધી, જે સમાજના પ્રભાવશાળી લેઉવા પાટીદાર સમાજનું મુખ્યમથક કહેવાય છે.

પરંતુ, ભાજપ ઈટાલીયા પર હુમલાથી દૂર દેખાઈ પરંતુ પાટીદાર સમાજના કેટલાક નેતાઓમાં પાટીદાર પર હુમલાના નિવેદનને રાજકીય રંગ આપવાની નજરે જોવામાં આવ્યો. ગોપાલ ઈટાલિયા દ્વારા ભાજપ પાટીદાર વિરોધી પાર્ટી છે અને તે પાટીદાર છે એટલે તેને પરેશાન કરવામાં આવી રહ્યો હોવાના નિવેદન પર, કેટલાક પાટીદાર નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો તો કેટલાકે ઈટાલિયાની તરફેણમાં નિવેદન આપ્યું. તો જોઈએ કોણે શું કહ્યું.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સહ-કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, “આ એક રાજકીય લડાઈ છે. ભાજપ, કોંગ્રેસ અને AAPનો હેતુ માત્ર પાટીદાર સમાજની વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો છે. તેઓએ સમુદાય માટે કંઈ કર્યું નથી.”

પૂર્વ PAAS કન્વીનર અને અનામત માટેના 2016ના પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓમાંના એક અને હાલ ભાજપના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “ઈટાલિયાના દાવો કે તેઓ પાટીદાર હોવાના કારણે હેરાન થયા હતા, આ સાચુ નથી. આ અગાઉ, તેમના આપ નેતા (દિલ્હીના ડેપ્યુટી સીએમ) મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, તે રાજપૂત હોવાને કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં, કેટલાક બ્રાહ્મણો દાવો કરવા માટે આવશે કે તેઓ બ્રાહ્મણ હોવાના કારણે તેમને હેરાન કરવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન સમુદાયના “નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદી અથવા તેમની માતા વિરુદ્ધ એક પણ વાંધાજનક વાક્ય ઉચ્ચાર્યું ન હતું,” વધુમાં ઉમેર્યું, “રાજકીય યુદ્ધના મેદાનમાં, ભલે તમે વિરુદ્ધ પક્ષ તરફથી હોવ, તમારે આવુ ન કરવું જોઈએ. આવી વાંધાજનક ભાષાનો ઉપયોગ ન કરો. કોઈ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો નથી.

“ભાજપ દ્વારા હુમલો કર્યા પછી” ઇટાલિયાએ તેમના પરના હુમલાને પાટીદારો પરના હુમલા તરીકે ગણાવ્યો, માલવિયાએ જણાવ્યું હતું કે, PAAS એ 2021 માં સુરત મ્યુનિસિપલ સ્થાનિક ચૂંટણીમાં AAPને ટેકો આપ્યો હતો. પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી AAPના 27 કાઉન્સિલરો ચૂંટાયા હતા. 2017 માં, ભાજપે સુરતની તમામ 10 વિધાનસભા બેઠકો જીતી હતી, જેમાંથી છ પર પાટીદારોનું પ્રભુત્વ છે. પીએમ મોદી અવારનવાર સુરતની મુલાકાત લેતા હોય છે અને જાહેર સભાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધતા હોય છે.

માલવીયાએ કહ્યું, “આટલી મોટી સફળતા પછી પણ, ગોપાલે PAASનો તેના સમર્થન માટે જાહેરમાં આભાર માન્યો નથી. ગોપાલે અનામત વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા શહીદ પાટીદાર યુવાનોના પરિવારોને વળતરની રકમ આપવા માટે PAASની માંગણીઓને પણ સમર્થન આપવું જોઈએ. તેણે તે પણ આજ સુધી કંઈ કર્યું નથી. ”

જોકે PAAS કન્વીનર અલ્પેશ કથેરિયાએ આરોપ લગાવ્યો કે, “ભાજપ તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે”. તેમણે કહ્યું, “તેનાથી ઈટાલિયા અને AAPને ફાયદો થશે. પાટીદારો પણ ઇટાલિયાને હેરાનગતિ કરવાથી ચિંતિત અને નાખુશ છે.

માલવિયા અને કથેરિયા સિવાય PAASનું સમગ્ર સંગઠનાત્મક માળખું AAP સાથે હોવાનો દાવો કરતા પાર્ટીના રાજ્ય મહાસચિવ મનોજ સોરઠિયાએ કહ્યું, “PAASના તમામ સક્રિય સભ્યો હવે AAP સાથે છે. મુખ્ય સભ્ય દર્શિત કોરાટ હવે AAPની યુવા પાંખ CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમિતિ)ના રાજ્ય ઉપાધ્યક્ષ છે. અન્ય નેતા, મોનાલી હિરપરા, AAP કાઉન્સિલર છે. હું PAAS વિરોધ અને ચળવળમાં પણ સક્રિય હતો. ટૂંકમાં, PAASના તમામ સક્રિય સભ્યો AAP સાથે છે અને તેઓ પાર્ટીમાં અલગ-અલગ સંગઠનાત્મક હોદ્દા ધરાવે છે. ગુરુવારે સુરતમાં સોરઠીયાએ ઈટાલિયાના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું.

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ઇટાલિયાએ કહ્યું: “ગોપાલ ઇટાલિયા એક પટેલ (પાટીદાર) છે, તે પહેલા પણ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. જેના કારણે મારા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ભાજપ પટેલ વિરોધી પાર્ટી છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તજિન્દર પાલ સિંહ બગ્ગા દ્વારા ઇટાલિયા દ્વારા “અપમાનજનક” અને “અયોગ્ય ભાષા” માટે ટ્વિટર પોસ્ટ પર આધારિત એક વીડિયોની નોંધ લીધી હતી અને નવી દિલ્હી 13 ઓક્ટોબરે AAP નેતાને સુનાવણી માટે બોલાવ્યા હતા.

ત્યારબાદ ભાજપે ઇટાલિયાના અન્ય જૂના વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું. પાર્ટીએ શ્રેણીબદ્ધ વીડિયો પણ શેર કર્યા છે, જેમાં લોકો ઈટાલિયાને ઠપકો આપતા જોવા મળે છે.

પાટીદારો ગુજરાતની વસ્તીના આશરે 10 થી 14 ટકા હિસ્સો ધરાવે છે, જેનું સમર્થન રાજ્યના પક્ષો હંમેશા ઈચ્છે છે. ગયા વર્ષે, ભાજપે વિજય રૂપાણી સરકારને બદલીને વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેઓ એક પાટીદાર તેમને સીએમ બનાવી, તેમનું સમર્થન જીતી લીધું હતું. ઈટાલિયાને AAP પ્રદેશ પ્રમુખ તરીકેની પદવી પણ તેમની પાટીદાર તરીકેની ઓળખને કારણે જ છે.

ગોપાલ ઇટાલિયાની આ ઘટનાથી ભારતીય જનતા પાર્ટીને નવો મુદ્દો મળી ગયો છે. જેના પગલે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હથિયાર બનાવીને આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વ્યસ્ત રાખશે. શુક્રવારે નવસારી ખાતે ગુજરાત ગૌરવ યાત્રાને સંબોધતા સુરતના લોકસભા સાંસદ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે પીએમ વિશે ઈટાલિયાની ટિપ્પણીનો મામલો ઉઠાવી, “આગામી ચૂંટણીમાં બદલો” માંગ્યો હતો.

Web Title: Aap gopal italia anti bjp patel party statement politics patidar leaders divided

Best of Express