આપ નેતા ગોપાલ ઈટાલીયાનો VIDEO વાયરલ, દેશના PM મોદી માટે અપશબ્દો કહ્યાનો ભાજપનો આક્ષેપ

આપ પાર્ટી (aap gujarat)ના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) નો એક વીડિયો વાયરલ (Video Viral) થતા ગુજરાતનું રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે. આ વીડિયો વાયરલ થયા બાદ બીજેપી નેતાએ આપ પાર્ટી પર આક્ષેપો કર્યા તો આપ નેતાઓએ પણ બીજેપી પર આક્ષેપના પ્રતિઆક્ષેપ કર્યા.

Written by Kiran Mehta
Updated : October 10, 2022 16:24 IST
આપ નેતા ગોપાલ ઈટાલીયાનો VIDEO વાયરલ, દેશના PM મોદી માટે અપશબ્દો કહ્યાનો ભાજપનો આક્ષેપ
ગુજરાત આપ નેતા ગોપાલ ઈટાલિયા

gujarat assembly elections 2022 : આપના નેતા ગોપાલ ઈટાલીયા (Gopal Italia) નો સોશિયલ મીડિયા (Gopal Italia) પર વીડિયો વાયરલ (Video Viral) થયો છે. વીડિયોમાં પીએમ મોદી (PM Narendra Modi) માટે કથિત રીતે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનો ભાજપે (BJP) આક્ષેપ કર્યો છે. તો સામે આપના નેતાઓએ આ વીડિયોમાં ઓથેન્ટીસીટી નહીં હોવાની વાત કરી છે, અને કહ્યું કે, ભાજપ દ્વારા વીડિયોમાં એડીટીંગ કરવામાં આવ્યું છે, અને મોફ કરી જુઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે.

ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ શું કહ્યું?

ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યક્ષેશ દવેએ કહ્યું, આ મામલે ભાજપે આપ પર પ્રહાર કર્યા અને કહ્યું કે, આપના નેતાઓ ખરાબ માનસિકતા ધરાવે છે. આ પહેલા પણ ગોપાલ ઈટાલીયાએ રાજ્યના તે સમયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને વિધાનસભાના ગેટ પર જુતુ માર્યું હતુ. સત્યનારાયણ ભગવાનને પાખંડ કહી ચુક્યો છે, હવે વડાપ્રધાનના પદની પણ ગરીમા ન જાળવી, વીડિયો તે બીભત્સ ઈશારા સાથે પ્રધાનમંત્રીનું અપમાન કરી રહ્યો છે, તે નિમ્ન કક્ષાનો વ્યક્તિ. ભારતીય બંધારણ અનુસાર આવા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવવા જોઈએ. ભારતના સંસ્કાર અને અસ્મિતાને ખંડિત દુર કરવાનું આપ પાર્ટીનું આ કરાવતરૂ છે.

ગુજરાત આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ શું કહ્યું?

તો આના બચાવમાં આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, આ વીડિયોમાં ઓથેન્ટીસીટી નથી, તેમાં ઓડિયો અને વીડિયોમાં એડિટીગ કરી રજુ કરવામાં આવ્યો છે. ભાજપના લોકોને આપના વીડિયોને ફેરવી ટ્વીસ્ટ કરી દુપ્રચાર કરવો તેમાં કરવામાં રસ છે. પરંતુ ગુજરાતની શાળાઓ ખંડેર હાલતમાં છે તેમાં રસ નથી, ગુજરાતના 20 જિલ્લામાં એમઆરઆઈના મશિનો નથી તેનો વીડિયો વાયરલ નથી કરવો. ખેડૂતો આંદોલન કરી રહ્યા તેમાં રસ નથી લીધો. વીડિયોમાં ઓથેન્સીટી નથી, ભાજપના લોકો વીડિયોમાં એડિટીંગ કરી જુઠાણા ફેલાવે છે. ભાજપે 27 વર્ષમાં કોઈ કામ નથી કર્યા એટલે તેમણે તેમના કામના વીડિયો વાયરલ કરવાને બદલે આવા વીડિયો ઓડિયો એડીટ ડબીંગ કરી વાયરલ કરવા પડે છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદીત્ય સિંધિયાએ વીડિયો વાયરલ કરી શું કહ્યું?

તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદીત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે, આવા ખરાબ અપશબ્દનો ઉપયોગ કરનાર વ્યક્તિ દેશના પ્રધાનમંત્રીને નીચ બોલાવી રહ્યો છે. આ મહાશય ગુજરાતમાં આપ પાર્ટીનો અધ્યક્ષ છે. મહિલાનું અપમાન, દેશના પ્રધાનમંત્રીનું અપમાન, ગુજરાતના સપૂતનું અપમાન. આવી નિમ્ન સ્તરની રાજનીતિ કરનારને ગુજરાત અને દેશની જનતા માફ નહી કરે.

આ વીડિયોને લઈ વિવાદ સર્જાયો

આ વીડિયોમાં બોલવામાં આવી રહ્યું છે કે, ‘ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, મને તમારી પાસે જાણવું છે કે ભૂતકાળમાં કોઈ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નોટંકી કરી છે? વોટ આપવા જવા માટે. આ નીચ પ્રકારનો વ્યક્તિ અહીં રોડ શો કરે છે, અને દેખાડી રહ્યો કેવી રીતે પુરા દેશને હું સી બનાવી રહ્યો છુ, સીનો મતલબ…’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ