ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષ એક બીજી પર આક્ષેપો કરી રહી છે. ચૂંટણી જીતવા ભાજપ બેબાકળી બની છે અને છરા બાજુ, પથ્થરો ફેંકવા જેવા નિમ્નકક્ષાના કૃત્યો કરી રહી છે તેવો આક્ષેપ આપ પાર્ટીના ગુજરાત વડા ગોપાલ ઇટાલીયાએ કર્યો છે. તો આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો ગુજરાતમાં આપની સરકાર બની તો 31મી જાન્યુઆરી, 2023 સુધી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરીશું.

ભાજપને આપનો ડર, નિમ્નકક્ષાના કૃત્યુ કરવા લાગી
ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આપ પાર્ટી ગુજરાતના અગ્રણી નેતા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યુ કે, ભાજપ આપથી ડરી ગઇ છે અને આપ પાર્ટીની રેલી-સભામાં છરા બાજુ, પથ્થરો ફેંકવા, લોકો પર ગાડીઓ ચડાવી દેવી જેવા નિમ્નકક્ષાના કૃત્યો કરવા લાગી છે. તેમણે ઉમેર્યુ કે, ભાજપની રાજકીય લડાઇ અમારી સાથે છે નહીં કે જનતા સાથે, આવી હરકત ગુજરાતની જનતા જરાય સાંખી લેશે નહીં.
સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો વાયદો
આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ગુજરાતમાં હવે 27 વર્ષના કુશાસનનો અંત આવશે અને આપ પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. ગુજરાતની જનતા હવે પરિવર્તન માંગે છે. ભાજપને કોંગ્રેસ નહીં પણ આપ પાર્ટીથી ડર લાગે છે.

ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનશે
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. જો ગુજરાતમાં આપ પાર્ટીની સરકાર બની તો અમે 31 જાન્યુઆરી 2023 સુધીમાં જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન બહાર પાડીશું. અમે પંજાબમાં ચૂંટણી વખતે જૂન પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યુ હતુ અને હવે તે અંગેનું નોટિફિકેશન બહાર પાડી દીધુ છે.
ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ભાજપ સરકાર સામે ભારે રોષ છે અને ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે નીકળેલી રેલીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યુ કે, અમારી સરકાર બની તો સરકારી કમર્ચારીઓની પડતર માંગણીઓ અને પ્રશ્નોનું નિરાકારણ લાવીશું. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા, પગાર વધારો, ગ્રેડ-પે જેવા પ્રશ્નોનો સમાધાન લાવીશં.