ગુજરાત ચૂંટણી : AAP એ ઉમેદવારોને ગુપ્ત સ્થળે છૂપાવ્યા, પરિણામ પહેલા Poaching નો ડર

AAP Shifted Candidate in Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં આપ પાર્ટી (AAM AADAMI PARTY) એ પોતાના ઉમદવારો (Candidate) ને છૂપાવી ગુપ્ત જગ્યા સ્થળાંતર કર્યા છે. આપ (AAP) ને ડર છે કે, કોઈ પૈસાની લાલચ કે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવા તેમના ઉમેદવારો (Fearing Poaching Of Candidate) ને દબાણ કરી શકે છે.

Written by Kiran Mehta
November 21, 2022 11:08 IST
ગુજરાત ચૂંટણી : AAP એ ઉમેદવારોને ગુપ્ત સ્થળે છૂપાવ્યા, પરિણામ પહેલા Poaching નો ડર
ગુજરાત વિધાનસભા ચૂંટણી - આપ પાર્ટીએ ઉમેદવારોનું ગુપ્ત સ્થળે સ્થળાંતર કર્યું

AAP Shifted Candidate in Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં જોર શોર સાથે બહાર આવેલી આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારોને કોઈ પૈસાની લાલચ આપી લઈ ના જાય તે માટે અલગ-અલગ સ્થળોએ સેફ કરી દીધા છે. ગુજરાતમાં હોર્સ ટ્રેડિંગના ડરથી, AAP 5 ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોનું સલામત સ્થળોએ સ્થળાંતર કર્યું છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાના કેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

કંચન જરીવાલાએ નામાંકન પાછું ખેંચી લીધા બાદ AAPએ આ નિર્ણય લીધો હતો

ગુજરાતના સુરત પૂર્વ બેઠકના ઉમેદવારના મામલા બાદ આમ આદમી પાર્ટીએ આ નિર્ણય લીધો છે. અગાઉ 17 નવેમ્બરે આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આ મામલામાં આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીએ AAPના ઉમેદવારને પોતાનું નામાંકન પાછું ખેંચવા દબાણ કર્યું છે. જો કે ભાજપે તેને સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું ગણાવ્યું છે.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી 2022: રાજ્યની રાજનીતિમાં AAP ત્રીજી ખેલાડી, ગુજરાતીઓના દિલ જીતવા તમામ પ્રયાસ

બીજી તરફ આમ આદમી પાર્ટીના એક પદાધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમે બીજા તબક્કાના ઉમેદવારોને શિફ્ટ કર્યા છે, જેથી સુરત પૂર્વમાં જે બન્યું તેવું કંઈક ન બને. આ ઉમેદવારો વિશે કેટલીક માહિતી એવી પણ હતી કે, ભાજપ તેમના પર ઉમેદવારીપત્રો પરત ખેંચવા માટે દબાણ કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ