AAP Shifted Candidate in Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં જોર શોર સાથે બહાર આવેલી આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના ઉમેદવારોને કોઈ પૈસાની લાલચ આપી લઈ ના જાય તે માટે અલગ-અલગ સ્થળોએ સેફ કરી દીધા છે. ગુજરાતમાં હોર્સ ટ્રેડિંગના ડરથી, AAP 5 ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોનું સલામત સ્થળોએ સ્થળાંતર કર્યું છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાના કેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
કંચન જરીવાલાએ નામાંકન પાછું ખેંચી લીધા બાદ AAPએ આ નિર્ણય લીધો હતો
ગુજરાતના સુરત પૂર્વ બેઠકના ઉમેદવારના મામલા બાદ આમ આદમી પાર્ટીએ આ નિર્ણય લીધો છે. અગાઉ 17 નવેમ્બરે આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. આ મામલામાં આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીએ AAPના ઉમેદવારને પોતાનું નામાંકન પાછું ખેંચવા દબાણ કર્યું છે. જો કે ભાજપે તેને સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું ગણાવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી 2022: રાજ્યની રાજનીતિમાં AAP ત્રીજી ખેલાડી, ગુજરાતીઓના દિલ જીતવા તમામ પ્રયાસ
બીજી તરફ આમ આદમી પાર્ટીના એક પદાધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમે બીજા તબક્કાના ઉમેદવારોને શિફ્ટ કર્યા છે, જેથી સુરત પૂર્વમાં જે બન્યું તેવું કંઈક ન બને. આ ઉમેદવારો વિશે કેટલીક માહિતી એવી પણ હતી કે, ભાજપ તેમના પર ઉમેદવારીપત્રો પરત ખેંચવા માટે દબાણ કરી રહ્યું છે.