ABP-C Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કેવી રહેશે બીજેપી, કોંગ્રેસ અને આપની સ્થિતિ?

ABP news c voter survey Gujarat assembly elections: સી વોટરે એબીપી ન્યૂઝ સાથે મળીને ગુજરાતના દરેક વિસ્તારમાં સર્વે કર્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કુલ 54 સીટો છે જેમાંથી બીજેપીને સૌથી વધારે વોટ મળતા દેખાઈ રહ્યા છે.

Written by Ankit Patel
October 29, 2022 11:46 IST
ABP-C Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કેવી રહેશે બીજેપી, કોંગ્રેસ અને આપની સ્થિતિ?
ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રચારની ફાઈલ તસવીર

ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી થનારી છે. સર્વેમાં ભાજપને વધારે મત મળતા દેખાઈ રહ્યા છે. સી વોટરે એબીપી ન્યૂઝ સાથે મળીને ગુજરાતના દરેક વિસ્તારમાં સર્વે કર્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કુલ 54 સીટો છે જેમાંથી બીજેપીને સૌથી વધારે વોટ મળતા દેખાઈ રહ્યા છે. જો ચૂંટણી થાય છે તો એબીપી ન્યૂઝ અને સી વોટરના સર્વે પ્રમાણે બીજેપીને સૌરાષ્ટ્રમાં 44 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 32 ટકા, આમ આદમી પાર્ટીને 18 ટકા અને અન્ય પક્ષોને છ ટકા વોટ મળી શકે છે.

જો સીટોની વાત કરીએ તો બીજેપીને સૌરાષ્ટ્રમાં 44 ટકા વોટ શેરની સાથે 38થી 42 ટકા સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 32 ટકા વોટ શેરની સાથે 11થી 15 સીટો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીને 0થી 1 સીટો અને અન્યના ખાતાઓમાં પણ 0થી 2 સીટો જઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં આ વખતે આપના કારણે કોંગ્રેસને થશે નુકસાન

ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને હરાવીને કોંગ્રેસ આગળ આવી હતી. કોંગ્રેસે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 45 ટકા મત મેળવ્યા હતા અને સૌથી વધુ 30 બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપની બેઠકોની સંખ્યા ઘટીને 23 થઈ ગઈ છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાને કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીને 18 ટકા વોટ પણ મળી શકે છે.

ગુજરાતમાં આ વખતે કોની સરકાર બને તેવી શક્યતા?

આ પ્રશ્નને લઈને સી વોટરે એક સર્વે કર્યો હતો, જેના પરિણામો સામે આવ્યા છે. સર્વે અનુસાર 63 ટકા લોકોનું માનવું છે કે ગુજરાતમાં ભાજપ સરકાર બનાવે તેવી શક્યતા છે. સાથે જ 9 ટકા લોકોનું માનવું છે કે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જીતશે. જ્યારે 19 ટકા લોકો માને છે કે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી જીતી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોના વિભાજનની પણ શક્યતા છે.

એબીપી ન્યૂઝ-સી વોટર સર્વે અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 135-143 સીટો આવી શકે છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 36-44 બેઠકો, AAPના ખાતામાં 0-2 અને અન્યના ખાતામાં 0-3 બેઠકો આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ