Ahmedabad Udepur Highway Accident : અમદાવાદ ઉદેપુર હાઈવે પર શામળાજી નજીક અકસ્માત, ચારના મોત, એકની હાલત ગંભીર

Ahmedabad Udepur Highway Accident : અમદાવાદ ઉદેપુર હાઈવે પર ગુજરાત રાજસ્થાન બોર્ડર (Gujarat Rajasthan Border) પર શામળાજી (Shamlaji) નજીક બીંછવારા (Bichhiwara) શામળાજી રોડ પાસે ડુંગરપુર પોલીસ (Dungarpur Police) ની હદમાં કાર (Car) અને લક્ઝરી બસ (luxury bus) વચ્ચે અકસ્માતમાં ચારના મોત (Four Death), એક ઈજાગ્રસ્ત.

Ahmedabad Udepur Highway Accident : અમદાવાદ ઉદેપુર હાઈવે પર ગુજરાત રાજસ્થાન બોર્ડર (Gujarat Rajasthan Border) પર શામળાજી (Shamlaji) નજીક બીંછવારા (Bichhiwara) શામળાજી રોડ પાસે ડુંગરપુર પોલીસ (Dungarpur Police) ની હદમાં કાર (Car) અને લક્ઝરી બસ (luxury bus) વચ્ચે અકસ્માતમાં ચારના મોત (Four Death), એક ઈજાગ્રસ્ત.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Kutch Highway Dhrangadhra Bypass Accident

અમદાવાદ કચ્છ હાઈવે ધ્રાંગધ્રા બાયપાસ પર અકસ્માતમાં ચારના મોત

Ahmedabad Udepur Highway Accident : અમદાવાદ ઉદેપુર હાઈવે પર શામળાજી નજીક ગુજરાત રાજસ્થાન બોર્ડરમાં એક કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર જણાતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજીથી 6 કિમી દુર રાજસ્થાન બોર્ડરમાં ડુંગરપુરના વિંછીવાડાથી શામળાજી વચ્ચેના હાઈવે પર રોંગ સાઈડ આવી રહેલી કારને લક્ઝરી બસે ટક્કર મારતા કારમાં બેઠેલા ચાર યુવાનોના સ્થળ પર જ મોત થયા છે. તમામ મૃતક યુવાનો ગુજરાતના શામળાજી નજીકના ગામના હતા, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

ચારના મોત, એકને ડુંગરપુર સારવાર માટે ખસેડાયો

વિગતે વાત કરીએ તો, અમદાવાદ ઉદેપુર હાઈવે પર ડુંગરપુર પોલીસ હદમાં વીંછીવાડા શામળાજી રોડ પર કાર રોંગ સાઈડ હાઈવે પર ચઢી આ સમયે એક લક્ઝરી બસ સાથે ગમખ્વાર ટક્કર સર્જાઈ જેમાં કારના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા. કારમાં પાંચ યુવાનો સવાર હતા, જેમાંથી ચારના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સ્થાનિકોએ ડુંગરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કાર લક્ઝરી બસ વચ્ચે અકસ્માત

ડુંગરપુર પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે અકસ્માતની માહિતી મળતા જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. લક્ઝરી બસની ટક્કરથી કારનો આગળનો ભાગ દબાઈ ગયો હતો, પોલીસે સ્થાનીકોની મદદથી કારમાંથી પીડિતોને મુશ્કેલીથી બહાર કાઢ્યા, જેમાંથી ચારના મોત થયા હતા, જેમને પોસ્ટમાર્ટમ માટે અને એક ઈજાગ્રસ્ત યુવાનને ડુંગરપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, મતકોમાં બે યુવાન શામળાજી નજીક વેણપુર ગામના, એક ખારી ગામનો, અને એક પાંડરવાડા ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલાસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisment

આ પણ વાંચો - Road Accident : ગુજરાતના અરવલ્લીથી નજીક રાજસ્થાન રતનપુર બોર્ડર પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 ના કરૂણ મોત

સંજોગ - એક મહિના પહેલા અકસ્માતમાં 9 ના મોત

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગયા મહિને પણ 4 તારીખે જ અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર પર જીપ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. ગુજરાત અરવલ્લી જિલ્લાની રાજસ્થાનની રતનપુર બોર્ડર પર એક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આમાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, 9 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. જીપની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં લગભગ 19 મુસાફરો સવાર હતા, જેમાં સામાન્ય ઈજાગ્રસ્તોને બીછવાડા શામળાજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત ગુજરાત