/indian-express-gujarati/media/media_files/2026/03/07/municipal-corporations-2026-03-07-21-06-19.jpg)
અમદાવાદ મહાનગરપાલિકા Photograph: (AMC)
municipal corporations: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટાયેલા પક્ષના શાસનનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આ પછી રાજ્ય સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ફેરફારને કારણે હવે આગામી ચૂંટણી સુધી તમામ નીતિવિષયક નિર્ણયો અને વહીવટી કામગીરી આ વહીવટદારો હસ્તક રહેશે. જણાવી દઈએ કે રાજ્યની 6 મહાનગરપાલિકામાં 10 માર્ચ 2026થી વહીવટદારોનું શાસન લાગુ થશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે મુકેશ કુમારની નિમણૂક
અમદાવાદ મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મિલિંદ તોરવણેને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને સોંપાયો છે. ભાવનગર મહાનગરપાલિકામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે.
રાજકોટમાં રેમ્યા મોહન અને જામનગરમાં આરતી કંવરની નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે.
આ પણ વાંચો - રાજ્યના 34 યુવાનોએ UPSC પાસ કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું- ગુજરાત માટે ગર્વની ક્ષણ
SIR પ્રક્રિયાને કારણે ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી
રાજ્યમાં SIR પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. પરિણામે નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે આ વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us