ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો: અફઘાન કોન્સ્યુલ જનરલ ઝાકિયા વરદાકે GU ની મુલાકાત લીધી

ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે સમીક્ષા માટે અફઘાન કોન્સ્યુલેટ જનરલ ઝાકિયા વરદાક યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા. આ મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી.

ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે સમીક્ષા માટે અફઘાન કોન્સ્યુલેટ જનરલ ઝાકિયા વરદાક યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા. આ મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Afghan Consul General Zakia Wardak visits Gujarat University

અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાકે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)

ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ હોસ્ટેલમાં ગત શનિવારે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાને પગલે અફઘાન કોન્સ્યુલેટ જનરલ ઝાકિયા વરદાક સમીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. ઝાકિયા વરદાકે યુનિવર્સિટીના વહિવટકર્તાઓ સાથે બેઠક કરી વિદ્યાર્થીઓની સાથે પણ મુલાકાત કરી. આ પહેલા ICCR ગુજરાતે રાષ્ટ્રીય રાજધાનીમાં અફઘાન વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ સાથેની બેઠક પહેલાં માંગવામાં આવેલ રિપોર્ટ તેના દિલ્હી મુખ્યાલયને સુપરત કર્યો છે.

Advertisment

શનિવારે રાત્રે ગુજરાત યુનવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર નમાજ પઢવા મામલે હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓ સાથેની આ ઘટના બાદ યુનિવર્સિટી તંત્રએ પણ તુરંત યોગ્ય પગલા લેવાનું શરૂ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હીમાં ગેમ્બિયા હાઈ કમિશનના બે વરિષ્ઠ રાજદ્વારીઓએ મંગળવારે અમદાવાદમાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) અને ગુજરાત યુનિવર્સિટી (GU)ની મુલાકાત લીધી હતી.

ICCR ગુજરાતના પ્રભારી સુરેન્દ્ર કુમારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, મિશનના ડેપ્યુટી ચીફ અને ફર્સ્ટ સેક્રેટરી (ગેમ્બિયા હાઈ કમિશનના) આજે અમને મળ્યા અને ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. તેઓ ખૂબ જ સંતુષ્ટ થઈ પાછા ફર્યા.” તો “શ્રીલંકા અને બોત્સ્વાના સાથે મૌખિક સંચાર સ્થાપિત કરવામાં આવ્યો છે. તેઓએ તેમની સાથે શેર કરેલી માહિતી પર સંતોષ વ્યક્ત કર્યો છે.”

Advertisment

આ પહેલા ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન વાઈસ ચાન્સેલર અને 16 વર્ષ સુધી સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ (એસએપી) ના કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, નમાજ કરી શકાય છે, પરંતુ શનિવારે રાત્રે હિંસા માટે તે એકમાત્ર ઉશ્કેરણી કારણ ન હતુ. કોઈ ખાસ ઘટના (નમાઝ અદા કરવી) આટલી મોટી ઘટનાનું કારણ ન બની શકે. તે કોઈ ધાર્મિક પ્રથા કે બાબતનો પ્રશ્ન નથી, આ એક સાંસ્કૃતિક પ્રથા હોઈ શકે છે. વિદેશી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક જોડાણની દ્રષ્ટિએ વધુ સારું માર્ગદર્શન આપવું જોઈએ.

ઉદાહરણ તરીકે, તેમણે સમજાવ્યું કે, તેઓ માંસાહારી ખોરાક ખાય છે. પરંતુ ગુજરાત મુખ્યત્વે શાકાહારી સમાજ છે. ખાધેલો ખોરાક ડમ્પિંગ એક મુદ્દો બની શકે છે. જો તેઓ બચેલો ખોરાક ખુલ્લામાં ફેંકી દેવામાં આવે તો શેરી કૂતરાઓ જોખમ ઊભું કરી શકે છે. જાહેર જગ્યા દરેક માટે વહેંચવામાં આવેલી છે. તેઓ વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી, તેઓ ઝડપથી જાહેરમાં નજરમાં આવે છે. તેથી જ મેં કહ્યું કે, આમાં માત્ર એક નમાજની ઘટના કારણ ન હોઈ શકે. અમે નમાઝ અદા કરનાર કોઈપણ પ્રત્યે એટલા અસંવેદનશીલ કે અસહિષ્ણુ નથી. આપણે તેમને (વિદેશી વિદ્યાર્થીઓ)ને વધુ સારી રીતે તાલીમ આપવી પડશે અને તેમને સ્થાનિક સમાજ, રિવાજો અને પ્રચલિત લાગણીઓ વિશે પણ જણાવવું અને સમજાવવા પડશે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી હિંસા નું કારણ માત્ર નમાઝ નથી, વિદેશી વિદ્યાર્થીઓને સંવેદનશિલ બનાવવાની જરૂરત’: નીરજા ગુપ્તા

તમને જણાવી દઈએ કે, GU દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમોમાં ગામ્બિયાના 25,000 થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે ICCR શિષ્યવૃત્તિ હેઠળ લગભગ 300 વિદેશી વિદ્યાર્થીઓ છે, જ્યારે રાજ્યમાં લગભગ 1,100 છે. વધુમાં, ICCR ગુજરાતે રાષ્ટ્રીય રાજધાનીમાં અફઘાન વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ સાથેની બેઠક પહેલાં માંગવામાં આવેલ રિપોર્ટ તેના દિલ્હી મુખ્યાલયને સુપરત કર્યો છે.

અમદાવાદ ગુજરાત ગુજરાતી ન્યૂઝ