Ahirani Maharaas : દ્વારકામાં એક સાથે 37 હજાર આહીરાણીઓએ મહારાસ રમી ઇતિહાસ સર્જ્યો, જુઓ વીડિયો

Ahirani Maharaas : પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓએ રાસની રમઝટ બોલાવી

Ahirani Maharaas : પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓએ રાસની રમઝટ બોલાવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ahirani Maharaas |Ahirani Maharas in Dwarka

રવિવારે દ્વારકામાં 37 હજાર જેટલી આહિરાણીઓએ મહારાસ રમી હતી (ANI)

Ahirani Maharaas in Dwarka : સમસ્ત અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકામાં મહારાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે દ્વારકામાં 37 હજાર જેટલી આહિરાણીઓએ મહારાસ રમી હતી. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં ભાગ લેવા સમગ્ર ભારત સહીત વિદેશમાં વસતા આહીર સમાજના લોકો પહોંચ્યા હતા.

Advertisment

ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓએ રાસની રમઝટ બોલાવી હતી.

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાયો હતો. આ મહા ઉત્સવમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ મહારાસને જોવા માટે આહિર સમાજ સહિત બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

આ મહારાસ થકી દ્વારકાધિશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી જીવંત થયો છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી તેમણે આ જ ધરા પર રાસ રમ્યો હતો. શ્રીકૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરાયું હતું. જો કે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો એકતા અને શાંતિ સંદેશ તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાનો હતો.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત