/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Faisal-Patel.jpg)
દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે બિહાર ચૂંટણીમાં કારમી હાર માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જવાબદાર ઠેરવ્યા (તસવીર - સોશિયલ મીડિયા)
ahmed patel son faisal patel : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના સહયોગી અને તેમના રાજકીય સચિવ રહેલા દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે બિહાર ચૂંટણીમાં કારમી હાર માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ફૈઝલ પટેલે કહ્યું છે કે પાર્ટીનું નેતૃત્વ શશિ થરૂર અથવા અન્ય કોઈ સક્ષમ નેતાના હાથમાં હોવું જોઈએ જે ગાંધી પરિવારના વંશજો કરતા 25 ગણા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે અને માત્ર 6 બેઠકો જીતી છે.
ફૈઝલ પટેલે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ગાંધી પરિવારે કિનારે હટી જવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સંપર્કમાં છે અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે કારણ કે ત્યાં કામ કરતા કાર્યકરો માટે સારો માહોલ છે.
અહેમદ પટેલ મોટા રણનીતિકાર હતા
અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. તેમને કોંગ્રેસના સૌથી મોટા રણનીતિકાર માનવામાં આવતા હતા. સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા ત્યારે અને તે પછી પણ તેમણે સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી.
કોંગ્રેસ પાર્ટીને તોડીને નવું જૂથ બનાવવાનું વિચારી રહ્યો છું - ફૈઝલ પટેલ
આ સિવાય ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીને તોડીને નવું જૂથ બનાવવાનું વિચારી રહ્યો છે અને તેનું નામ કોંગ્રેસ (એપી) રાખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમની બહેન મુમતાઝ પટેલ પણ તેમની સાથે આવી શકે છે.
આ પણ વાંચો - રશિયાના રાષ્ટ્રપતિ 4 ડિસેમ્બરે ભારત પ્રવાસે આવશે, પીએમ મોદી સાથે આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
જોકે મુમતાઝ પટેલે પોતાના ભાઈ સાથે હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે તેના ભાઈના વિચારો અને નિર્ણયો તેના પોતાના છે અને તેણે તેની જોડવામાં આવે નહીં.
Just to clarify …I have no plans to join any new political party or be part of any new initiative. My brother’s views and decisions are entirely his own. Please do not link me to this. Thank you 🙏
— Mumtaz Patel (@mumtazpatels) November 29, 2025
ફૈઝલ પટેલે આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી હતી. ફૈઝલ ગુજરાતની ભરૂચ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી ન હતી. આ પછી તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us