/indian-express-gujarati/media/media_files/2026/02/17/ahmedabad-2030-commonwealth-games-sports-enclave-2026-02-17-12-24-59.jpg)
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદમાં બનશે આવું નવું સ્પોર્ટ્સ એન્કલેવ Photograph: (Social)
Ahmedabad Sports enclave 2030 commonwealth games: અમદાવાદના હૃદયમાં નવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે 350 એકરના મહત્વાકાંક્ષી માસ્ટરપ્લાન માટેની ડિઝાઇનનું અનાવરણ કરાયું છે. બીડીપી, કોક્સ આર્કિટેક્ચર અને કોલાજ ડિઝાઇનનું ડિઝાઇન કન્સોર્ટિયમ એક જીવંત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને આકાર આપી રહ્યા છે. આ નવું સ્પોર્ટ્સ સંકુલ વિશ્વ સ્તરીય રમતગમત સુવિધાઓની સાથે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે આંતરરાષ્ટ્રીય કુશળતાનું અનોખું મિશ્રણ બની રહેશે. સાબરમતી નદીની બાજુમાં સ્થિત આ એન્ક્લેવ અમદાવાદના લોકોને મનોરંજન અને સામાજિક સુવિધાઓ પ્રદાન કરતો ભારતનો સૌથી નવો સ્પોર્ટ્સ સિટી પાર્ક બની રહેશે.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા 2030 માં કોમનવેલ્થ ગેમ્સ શતાબ્દી ઇવેન્ટ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતે 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવાની પુષ્ટિ કરી છે, આ ડિઝાઇન શહેરને ભારતની મુખ્ય રમતગમત રાજધાની તરીકે વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
આ ઇવેન્ટ્સ માળખાગત વિકાસને વધારવામાં, નોંધપાત્ર રોકાણ અને વ્યવસાયિક તકો ઉત્પન્ન કરવામાં અને શહેરમાં આતિથ્ય અને છૂટક ક્ષેત્રોમાં 20,000 થી વધુ નોકરીઓનું સર્જન કરવામાં પણ મદદ કરશે. અમદાવાદમાં આ નવું એન્ક્લેવ પરંપરા અને આધુનિકતાને એક વિશ્વ ફલકે લાવશે.
અમદાવાદ સ્પોર્ટ્સ એન્કલેવ માસ્ટરપ્લાનના ચાર મુખ્ય માર્ગદર્શક સિદ્ધાંત
- આબોહવા પ્રતિભાવ
- પ્રકૃતિ સાથે સંકલન
- આધુનિક છતાં અધિકૃત સ્થાપત્ય
- શહેર માટે ટકાઉ વારસો.
લીલા બુલવર્ડ પર કેન્દ્રિત અને 132,000 બેઠકોવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે સંકળાયેલ આ નવું સ્પોર્ટ્સ એન્કલેવ કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઇ રહ્યું છે. જે સ્પોર્ટ્સ મેદાનો, બગીચાઓ અને આબોહવા પ્રતિભાવશીલ સ્ટ્રીટસ્કેપ્સ સાથેનું અનોખું મિશ્રણ હશે.
જે ત્રણ મુખ્ય સ્થળો - ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર, એક ઇન્ડોર એરેના અને એક્વાટિક સેન્ટર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ સાથે સ્ટેપ્ડ લેન્ડસ્કેપ પોડિયમ દ્વારા રચાયેલ છે. જે સુરક્ષા, સ્કેલ અને ગુજરાતી સ્થાપત્ય પરંપરાઓને સંતુલિત કરે છે.
ભારતનું સૌથી મોટું ટેનિસ સેન્ટર
આ વિસ્તારના મધ્યમાં, એક નવું ટેનિસ સેન્ટર, જે ભારતમાં તેના કદનું પ્રથમ હશે, તેમાં 10,000 સીટનું સેન્ટર કોર્ટ, 5,000 અને 3,000 સીટનું શો કોર્ટ અને આઠ મેચ કોર્ટ હશે. ફ્લોટિંગ ફેબ્રિક રૂફ અને સસ્પેન્ડેડ સોફિટ કુદરતી વેન્ટિલેશનની સુવિધાવાળું હશે. હરિયાળી બાલ્કનીઓ નદી અને આસપાસનો અનોખો નજારો આપે છે.
એક ફેન પ્લાઝા બધા કોર્ટને જોડશે, જે દર્શકો માટે એક ઉર્જાવાન કેન્દ્રબિંદુ બનાવશે. ટેનિસ સેન્ટર ઇન્ડોર અને આઉટડોર ટેનિસ કોર્ટ, હોસ્પિટાલિટી વેન્યુ અને અન્ય આનુષંગિક ઉપયોગો સાથે ટેનિસ ક્લબમાં પણ પરિવર્તિત થશે.
ઇન્ટરનેશનલ લેવલનું રમતગમત સંકુલ
નવા ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વચ્ચે આવેલું નવું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ છે. આ નવું રમતગમત સંકુલ ભારતની આગામી પેઢીના રમતગમતના સ્ટાર્સ માટે તાલીમ કેન્દ્ર બનશે.
આ સંકુલમાં રમતવીરો અને કોચ દ્વારા ઉપયોગમાં લેવા માટે તાલીમ હોલ, વ્યાયામશાળા, પુનઃપ્રાપ્તિ સાધનો અને બાયો-મેડિકલ સુવિધાઓનો સમાવેશ થાય છે.
ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના
SVP એન્ક્લેવના પૂર્વ છેડે 18,000 બેઠકો ધરાવતું નવું આંતરરાષ્ટ્રીય ઇન્ડોર એરેના છે, જે તેને ભારતમાં આ સ્કેલનું સૌથી મોટું ઇન્ડોર એરેના બનાવે છે. જિમ્નેસ્ટિક્સ અને બાસ્કેટબોલ ફાઇનલ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ડિઝાઇન કરાયેલ છે.
આ સ્થળ કોન્સર્ટ, કૌટુંબિક મનોરંજન તેમજ કબડ્ડી અને અન્ય રમતોનું પણ આયોજન કરશે. કાંસ્ય એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ સ્ક્રીનોથી સજ્જ ગેલેરીઓ છે જે સાંસ્કૃતિક ઊંડાણ અને પર્યાવરણીય સંરક્ષણ બંને પ્રદાન કરે છે.
આધુનિક એક્વેટિક સેન્ટર
મોદી સ્ટેડિયમની બાજુમાં SVP એન્ક્લેવની પશ્ચિમે નવું એક્વેટિક સેન્ટર છે જેમાં મોટી ટુર્નામેન્ટ દરમિયાન 12,000 દર્શકો બેસી શકે છે અને ઇવેન્ટ પછી 4,000 દર્શકો બેસી શકે છે. આંતરરાષ્ટ્રીય રમતગમત ફેડરેશનો સાથે પરામર્શ કર્યા પછી, આ સેન્ટરને વિશ્વ-સ્તરીય સ્વિમિંગ, ડાઇવિંગ અને સિંક્રનાઇઝ્ડ સ્વિમિંગ માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હોસ્ટિંગ ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે.
લર્નર અને લેઝર પૂલ તરીકે પણ સેવા આપશે. એક ખુલ્લું એક્સોસ્કેલેટન, ડબલ-ગ્લાઝ્ડ પડદાની દિવાલ, ઓવરહેંગિંગ છત અને રંગીન કાચના લૂવર્સ પ્રકૃતિ સાથેનું અનોખું મિશ્રણ બનાવે છે. સાબરમતી નદી પર દિવાળીના તરતા આકાશના ફાનસની યાદ અપાવે છે.
રિવરફ્રન્ટ પર બનશે સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝા
રિવરફ્રન્ટને સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝામાં રૂપાંતરિત કરવામાં આવશે, જેની કલ્પના મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે ઔપચારિક જગ્યાઓનું આયોજન કરવા માટે કરવામાં આવશે અને પછીથી ડાઇનિંગ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ કોર્ટ અને નાગરિકો માટે એક શહેરી ઉદ્યાન સાથે એક જીવંત જાહેર સ્થળમાં વિકસિત થશે.
આ બાયોડાયવર્સ પાર્ક અમદાવાદ માટે "ગ્રીન ફેફસા" તરીકે કામ કરશે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરશે અને આખું વર્ષ માટે ખુલ્લું રહેશે.
નવા દ્રષ્ટિકોણ સાથેનું આ સંકુલ યાદગાર બની રહેશે - મનીષા ભારતીયા
આ માસ્ટરપ્લાનનું નેતૃત્વ કરી રહેલા BDP ઇન્ડિયાના અર્બનિઝમ ડિરેક્ટર અને વડા મનીષા ભારતીયા કહે છે કે, સ્પોર્ટ્સ એન્ક્લેવ માટેનું અમારું વિઝન વિશ્વ રમતગમત માટે એક સમાવિષ્ટ, ટકાઉ અને વિશિષ્ટ ભારતીય સ્થળ બનાવવાનું છે.
અમદાવાદની સ્થાપત્ય પરંપરાઓનો ઉપયોગ કરીને અને તેને અદ્યતન ડિઝાઇન અને ટેકનોલોજી સાથે મિશ્રિત કરીને અમે રમતગમતના સ્થળો ડિઝાઇન કરી રહ્યા છીએ.
અમે નવા દ્રષ્ટિકોણ સાથે સુંદર સ્થળોને આકાર આપી રહ્યા છીએ જે વિશ્વની શ્રેષ્ઠ રમતગમત માટે યાદગાર બની રહે. ઇવેન્ટ બાદ પણ આ સંકુલ આવનારા દાયકાઓ સુધી શહેરના રોજિંદા જીવનનો એક સક્રિય ગતિશીલ ભાગ પણ રહેશે.
અમદાવાદને વિશ્વ મંચ પર નવી ઓળખ આપશે - એલિસ્ટર રિચાર્ડસન
કોક્સ આર્કિટેક્ચરના ડિરેક્ટર એલિસ્ટર રિચાર્ડસન કહે છે કે, ભારતીય આધુનિકતા અને પરંપરા પર આધારિત સમૃદ્ધ સ્થાપત્ય પ્રતિભાવ, અર્થ અને સંદર્ભથી ભરપૂર ખરેખર અનોખી ડિઝાઇન બનાવી છે જે વૈશ્વિક રમતગમતની ઘટનાઓ માટે કાયમી અનુભવ તેમજ આવી ઘટનાઓથી આગળ એક યાદગાર વારસો તૈયાર કરશે. આ નવું સંકુલ આવનારા ઘણા વર્ષો સુધી અમદાવાદને વિશ્વ મંચ પર સ્થાન આપશે અને નવી ઓળખ આપશે.
પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ માટે અમે પ્રતિબધ્ધ છીએ - રામકુમાર સુબ્રમણ્યમ
કોલેજ ડિઝાઇનના ડિરેક્ટર રામકુમાર સુબ્રમણ્યમ કહે છે કે, ભારતમાં ટકાઉ રમતગમત માળખાગત સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોને ચાલુ રાખીને, SVP એન્ક્લેવ નાણાકીય સદ્ધરતા, સમાવેશકતા અને સમુદાયના તાણાવાણામાં રમતગમતને એકીકૃત કરવાના દ્રષ્ટિકોણ સાથે પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ વિકસાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના તેજસ્વી ઉદાહરણ તરીકે કાર્ય કરશે.
આ પણ વાંચો | અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ વિશે જાણવા જેવું બધું જ
કન્સોર્ટિયમનું વિઝન એક બોલ્ડ નવું મોડેલ કોમનવેલ્થ ગેમ્સની સાથોસાથ અમદાવાદને એક નવી ઉંચાઇ અને ઓળખ આપશે. કોમનવેલ્થ ગેમ્સની ઇવેન્ટ બાદ પણ આ નવું સ્પોર્ટ્સ સંકુલ વિશ્વ માટે એક નવું યાદગાર સ્થળ બનાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us