અમદાવાદ : 70 વર્ષના વૃદ્ધે પત્નીની કારમાં ‘જીપીએસ ટ્રેકર’ લગાવ્યું, પોલીસે કરી ધરપકડ, શું છે કેસ?

Ahmedabad news : અમદાવાદમાં એક 70 વર્ષના વૃદ્ધ (old husband) ની ધરપકડ કરવામાં આવી હતી, પત્નીનો આરોપ છે કે, પતિએ તેમની કારમાં જીપીએસ ટ્રેકર (GPS tracker) લગાવ્યું, છૂટાછેડા (divorce) માટે ચાલી રહ્યો કેસ.

Written by Kiran Mehta
January 05, 2024 22:40 IST
અમદાવાદ : 70 વર્ષના વૃદ્ધે પત્નીની કારમાં ‘જીપીએસ ટ્રેકર’ લગાવ્યું, પોલીસે કરી ધરપકડ, શું છે કેસ?
પ્રતિકાત્મક તસ્વીર (Photo Canva)

અમદાવાદમાં એક સિત્તેર વર્ષીય વ્યક્તિની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેણે તેની પત્નીની કારમાં કથિત રીતે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) ટ્રેકર ઇન્સ્ટોલ કરી પીછો કર્યો, વૃદ્ધ સામે તેમની પત્નીએ ગોપનીયતાના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો, અને તે હાલમાં છૂટાછેડાની કાર્યવાહીમાંથી પસાર થઈ રહ્યા છે.

આરોપીની ઓળખ શબ્બીર સુલેમાન ગાંધી (70) તરીકે કરવામાં આવી છે, જેણે ડિસેમ્બર 2023ના પ્રથમ સપ્તાહમાં તેની બાસઠ વર્ષની પત્નીની કારમાં કથિત રીતે જીપીએસ ઉપકરણ લગાવ્યું હતું.

સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ ભુકનના જણાવ્યા અનુસાર, કાર સર્વિસિંગ કંપનીએ ગાંધીજીની પત્નીને સર્વિસિંગ માટે વાહન ડિલિવરી કર્યા પછી ઉપકરણ વિશે ચેતવણી આપી હતી. આ પછી તેમણે 2 જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, કાર દંપતીના નાના પુત્રના નામ પર રજીસ્ટર કરવામાં આવી હતી, જેની ઉંમર 20 વર્ષ છે, જે બેરોજગાર છે. દીકરા ભુકને જણાવ્યું કે, તે દેવુ ચૂકવવાના બહાને શબ્બીર ગાંધી પાસે અવારનવાર પૈસાની માંગ કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીનો મુખ્ય હેતુ “તેની પત્નીની દરેક હિલચાલને જાણવાનો” હતો.

મદદનીશ પોલીસ કમિશનર જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “આરોપીને તેની પત્ની અને પુત્ર પર શંકા હતી અને તેમણે પોતાની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. તે તેમની હિલચાલ પર નજર રાખતો હતો. તેની ક્રિયાઓ પાછળ કોઈ ગુપ્ત હેતુઓ હતા કે, કેમ તે સમજવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે.” આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 354 (D) (પીછો કરવો) અને 66 (E) (ગોપનીયતાનો ભંગ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોVibrant Gujarat summit : વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે ગાંધીનગરમાં ટ્રાફિક ડાયવર્ઝન, આ વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

પોલીસે જણાવ્યું કે, જુહાપુરાના રહેવાસી ગાંધીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદો હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા હતા અને છૂટાછેડાનો કેસ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે.

હાલ નિવૃત થયેલા આરોપી શહેરમાં ટ્રાવેલ એન્ડ ટુર કંપની ચલાવતા હતા. દંપતીનો 27 વર્ષનો મોટો દીકરો કેનેડામાં રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ