અમદાવાદ : બોપલ બ્રિજ પાસે દારુ ભરેલી ફોરચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

Ahmedabad Bopal Accident : અમદાવાદના બોપલ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. વહેલી સવારે અકસ્માત સર્જાયો.

Ahmedabad Bopal Accident : અમદાવાદના બોપલ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. વહેલી સવારે અકસ્માત સર્જાયો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Bopal Accident

અમદાવાદ બોપલ અકસ્માત, ત્રણના મોત

અમદાવાદથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં બોપલ બ્રિજ પાસે દારુ ભરેલી એક ફોર્ચ્યુનર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ સરખેજ પોલીસ કરી રહી છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલ ના વકીલ સાહેબ બ્રિજ પાસે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ થાર અને દારુ ભરેલી ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. થાર યુટર્ન લઈ રહી હતી તે સમયે બુટલેગરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને થારને ટક્કર મારતા બંને કારના ભૂક્કા બોલી ગયા હતા. પોલીસ અનુસાર, થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિ એમ ત્રણ લોકોના મોત થયા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, વહેલી સવારે પાંચ વાગે બોપલ બ્રિજ નજીક રાજપથ ક્લબ થવાના રસ્તા પર થાર યુટર્ન મારી રહી હતી તે જ સમયે વૈષ્ણોદેવી તરફથી બોપલ આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર સાથે જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, થાર 100 ફૂટથી દૂર ઘસડાઈ હતી, જ્યારે ફોર્ચ્યુનર પર ફંગોળાઈ ગઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠલ એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.

Ahmedabad Bopal Accident - 1
અમદાવાદ બોપલ ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવા પણ મુશ્કેલ હતા. પોલીસે ફાયર ટીમની મદદ લઈ કારના પતરા કાપી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણના સ્થળ પર મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisment
Ahmedabad Bopal Accident - 2
અમદાવાદ બોપલ ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત

પોલીસ અનુસાર, મૃતકોમાં મનિષ ભટ્ટ જે મૂળ વિરમગામના વતની છે, અને રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા છે. જે હાલ અમદાવાદ સાબરમતી રહે છે, તેઓ કોઈ કામ અર્થે અજિત કાઠી નામના વ્યક્તિ સાથે થાર ગાડીમાં જઈ રહ્યા હતા, તે સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં મનિષ ભટ્ટ અને અજિત કાઠીનું બંનેનું મોત થયું છે. જ્યારે ફોર્ચ્યુનર કારમાં રહેલ ઓમપ્રકાશ નામના વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે, જ્યારે રાજુરામ બિશ્નોઈ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી : આજે રાજ્યના આ 10 જિલ્લામાં ભારે-અતિભારે વરસાદની સંભાવના, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

પોલીસે જણાવ્યું છે કે, જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને પીડિતોને સ્થાનિક અને ફાયર ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોને પીએમ માટે અને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સમયે એક ટ્રેક ડ્રાઈવરે પણ સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો અને નજીક ખડામાં ઉતરી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, સાથે ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલો મળી આવી છે, તે જોતા આ દીશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત અમદાવાદ ગુજરાત