Accident in Ahmedabad, અમદાવાદ અકસ્માત : અમદાવાદમાં કાર ચાલકો બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદા ચાંદખેડામાં એસયુવી કાર ચાલક એએમટીએસ બસની પાછળ ઘૂસી ગયો હતો. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતામાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
કેવી રીતે બની ઘટના?
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક એસયુવી કાર પસાર થતી હતી ત્યારે આ સમયે સામે એએમટીએસ બસ અને લક્ઝરી બસ આવી જતાં કાર ચાલક મુંઝવાયો હતો. અને કાર સ્પીડમાં હોવાથી ડ્રાઈવરનો કાર ઉપર કાબુ ન રહેતા કાર AMTS બસ પાછળ ધડાકાભેર ધૂસી ગઈ હતી.
કારના ભુક્કા બોલાયા અને એકનું મોત
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. જેના કારણે કાર ઉપર કાબુ ન રહેતા કાર એએમટીએસ બસની પાછળ ધડાકા ભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે કારનો ખુરદો બોલાઈ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠલા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે ઓજારોની મદદ વડે કારમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ- ગુજરાતની અનોખી લવસ્ટોરી; 64 વર્ષ પહેલા ઘરેથી ભાગ્યા, 80 વર્ષની ઉંમરે લગ્નનું સપનું થયુ પૂર્ણ
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યાં
મળતી માહિતી પ્રમાણે ચાંદખેડામાં વહેલી સવારે એમએમટીએસ બસ સાથે કાર ધડાકાભેર અથડાતા જોરદાર અવાર થયો હતો. જેના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંબાળી હતી.