Ahmedabad plane crash, અમદાવાદ પ્લેન ક્રેશ : 12 જૂન 2025, બપોરના 1.40 વાગ્યે અમદવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. અમદાવાદથી લંડન જતી આ ફ્લાઈટમાં 242 લોકો સવાર હતા. જે પૈકી માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે બાકીના 241 લોકો મોતને ભેટ્યાં છે.
પ્લેનમાં સવાર તમામ મૃતકોના પરિવારજનો પર અકાળે મોટી આફત આવી પડી છે. પોતાના સભ્યના મૃતદેહો માટે સિવિલ હોસ્પિટમાં પરિવાજનો ઉમટી પડ્યા છે. બીજી તરફ ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી પણ થઈ રહી છે.
આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત મૃતકોના પરિવારજનો માટેની રહેવા, જમવાની વ્યવસ્થા તેમજ ડીએનએ સેમ્પલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેન ક્રેશ મૃતકોના પરિવારજનો સંલગ્ન મદદ માટે ફાળવેલા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
કઈ કઈ કામગીરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે?
- મુસાફરોના સગા-સંબંધીઓને મદદરૂપ થવા માટે હેલ્પડેસ્ક અંગેની તમામ આનુષાંગિક કામગીરી
- મૃતદેહોના નિકાલ માટે જરૂરી વાહનો ફાળવવા અંગેની તમામ આનુષાંગિક કામગીરી
- મુસાફરોના સગા માટે ડી.એન.એ સેમ્પલ આપવા માટેનું સ્થળ કસોટી ભવન, બી.જે.મેડિકલ કોલેજના સંકલનમાં રહીને કરવાની થતી તમામ આનુષાંગિક કામગીરી
- મુસાફરોના સગા-સંબંધીઓને રહેવાની અને ભોજન અંગેની તમામ આનુષાંગિક કામગીરી
- મૃતદેહોના તેમના સગા-સંબંધીઓને સોંપતી વખતે જરૂરી દસ્તાવેજીકરણ કરી અને એમ્બ્યુલન્સમાં મોકલી આપવા અંગેની તમામ આનુષાંગિક કામગીરી
આ પણ વાંચોઃ- જાન્યુઆરીમાં લગ્ન, જૂનમાં અંતિમ વિદાય, પતિ પાસે લંડન જતી ખુશ્બુનો ભાવુક કરતો જુઓ અંતિમ Video
હુકમની PDF
પીડીએફમાં દર્શાવ્યા પ્રમાણે આપેલી આનુષાંગિક કામગીરીની જવાબદારીઓ સંબંધીત અધિકારીઓને સોંપવામાં આવી છે. જેથી જે મૃતકોના જેકોઈ પરિવાર કે સંબંધીઓને મદદની જરૂર હોય તે જેતે અધિકારીનો સંપર્ક કરી શકે છે.