Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ કેમ થયું? DGCA એ 3 આશંકા વ્યક્ત કરી

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 241 પેસેન્જરના મોત થયા છે. આ વિમાન દૂર્ઘટના પાછળ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ 3 સંભવિત કારણો જણાવ્યા છે.

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 241 પેસેન્જરના મોત થયા છે. આ વિમાન દૂર્ઘટના પાછળ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ 3 સંભવિત કારણો જણાવ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Air India Plane Crash In Ahmedabad | Air India flight Crash | Ahmedabad plane crash | Ahmedabad plane crash death

Air India Plane Crash In Ahmedabad : અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 241 પેસેન્જરના મોત થયા છે. (Express Photo)

Air India Plane Crash In Ahmedabad: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં મોટી જાનહાની થઇ છે. અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન 241 મુસાફરો સાથે ક્રેશ થયું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ તેને વિશ્વનો સૌથી ખરાબ વિમાન અકસ્માત ગણાવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે મુખ્યત્વે ત્રણ કારણો હશે - યાંત્રિક નિષ્ફળતા, માનવ નિષ્ફળતા અથવા મેઇન્ટેનન્સમાં ખામી. તેમણે કહ્યું કે મુખ્ય ધ્યાન "એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની જવાબદારી" પર રહેશે.

Advertisment

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, દરેક કારણની નજીકથી તપાસ કરવામાં આવશે. અકસ્માતની તસવીરો સ્પષ્ટ પણે દર્શાવે છે કે અકસ્માત એક કારણસર થઇ નથી. અમુક ખામીઓ સ્પષ્ટપણે દેખાય છે કે વિમાન કેવી રીતે ઉપર ઉડ્યું અને પછી નીચે ક્રેશ થયું. તેમના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ ગિયર નીચે રહેવાથી માલુમ પડે છે કે પાયલોટ અન્ય કટોકટીનો સામનો કરવામાં વ્યસ્ત હતા.

મેડે કોલ શા માટે કર્યો હતો?

એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે, વિમાને ટેક ઓફ પછી તરત જ કટોકટીનો સંકેત આપતા "મેડે કોલ" કર્યો હતો. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સૂચવે છે કે પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે આ એક એન્જિન નિષ્ફળ જવાનો અને બીજો સક્રિય એન્જિન પૂરતી વીજળી ઉત્પન્ન ન કરવાનો કેસ હોઈ શકે છે. તેમના મતે, એર ઇન્ડિયાના તાજેતરના વિસ્તરણને પણ ખાસ કરીને એ દૃષ્ટિકોણથી ધ્યાનમાં લેવામાં આવશે કે શું કાફલાના વ્યાપક ઉપયોગ સાથે એરક્રાફ્ટનું મેઇન્ટેન્સ યોગ્ય રીતે થાય છે કે નહીં.

Advertisment

રસપ્રદ વાત એ છે કે DGCA છેલ્લા ત્રણ વર્ષથી કોકપિટ શિસ્ત, ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટની જાળવણીમાં ગંભીર ચિંતાઓનો હવાલો આપીને એરલાઇનને અનેક ચેતવણીઓ આપી રહ્યું છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા સંસાધન વ્યવસ્થાપન (ઉડ્ડયન કામગીરીમાં ટીમ મેનેજમેન્ટની વિભાવનાઓ) અને સ્વિસ મોડેલ (જટિલ પ્રણાલીઓમાં ઘટનાઓ અથવા ભૂલો કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે તે સમજવા માટેનું એક માળખું) ના ધોરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયા 2022માં તેના ખાનગીકરણ પછીથી ડીજીસીએની નજર હેઠળ છે. હાલમાં, એર ઇન્ડિયા વિવિધ ક્ષેત્રોમાં લગભગ 350 વિમાનોનું સંચાલન કરી રહી છે, જેમાંથી 27 ડ્રીમલાઇનર્સ છે.

આ પણ વાંચો | એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચી ને જીવ બચી ગયો, હવે ભગવાનનો આભાર માન્યો

આ દરમિયાન ગુજરાત એટીએસે અકસ્માત સ્થળેથી ડિજિટલ વીડિયો રેકોર્ડર મળી તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી રહ્યું છે. પ્રારંભિક તપાસના ડેટા સૂચવે છે કે સિગ્નલ બંધ થાય તે પહેલાં ફ્લાઇટને 625 ફૂટ અથવા 190 મીટરથી વધુની ઊંચાઇએ ટ્રેક કરવામાં આવી હતી. તે સમયે વિમાન 320 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ઉડી રહ્યું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશ એરલાઇન્સ પ્લેન ક્રેશ ગુજરાત