Ahmedabad Plane Crash Video : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો સામે આવ્યો

Ahmedabad Plane Crash Video : અમદાવાદમાં એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ પછી ક્રેશ થયું હતું. આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. આ દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે

Written by Ashish Goyal
Updated : June 12, 2025 16:58 IST
Ahmedabad Plane Crash Video : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો સામે આવ્યો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ પછી ક્રેશ થયું (તસવીર - સોશિયલ મીડિયા)

Ahmedabad Plane Crash Video : ગુજરાતના અમદાવાદમાં એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું એક વિમાન ટેકઓફ પછી ક્રેશ થયું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. આ દુર્ઘટના પછી ચારે તરફ ધુમાડાના ગોટા-ગોટા જોવા મળી રહ્યા હતા.

પ્લેન ક્રેશ પછીના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જે મેઘાણીનગરમાં આ પ્લેન ક્રેશ થયું છે તેની પાસે રહેણાક વિસ્તાર છે. એરપોર્ટથી મેઘાણીનગરની દૂરી લગબગ 15 કિલોમીટર દૂરી પર છે.

જાનમાલની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એએનઆઈના મતે આ વિમાનમાં 242 યાત્રીઓ સવાર હતા.

આ પણ વાંચો – અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો લાઇવ વીડિયો સામે આવ્યો

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.

ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ