/indian-express-gujarati/media/media_files/2026/02/04/ahmedabad-amc-budget-2026-1-2026-02-04-13-59-47.jpg)
Ahmedabad AMC Budget 2026 News: અમદાવાદ એએમસી દ્વારા વર્ષ 2026-27 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. Photograph: (Express Photo)
Ahmedabad AMC Budget 2026: અમદાવાદ એએમસીનું બજેટ 2026-27 રજૂ થયું છે. અમદાવાદ મ્યુનિસિયપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાંકીયવ ર્ષ 2026-27 માટે કુલ 17018 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2025-26ના સુધારેલા બજેટનું કુલ કદ 14001 કરોડ રૂપિયા હતું. એટલે કે અમદાવાદ એએમસીના બજેટમાં 21 ટકાનો ધારો થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27માટે કુલ 17018 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ 2026માં અમદાવાદ શહેરના રોડ રસ્તા, ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી અને પીવાના પાણી જેવી માળખાંગત સુવિધા સાથે સાથે શહેરમાં રમત ગમત માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બગીચા, શિક્ષણ માટે શાળા અને આંગણવાડીની સુવિધા ઉભી કરવા બજેટ ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા હળવી કરવા માટે સ્વચ્છ ઊર્જા અને એનર્જી એફિશિયન્સી વધારવા માટે બજેટમાં ભાર મૂકવામાં આવ્યા છે. બજેટ 2026-27માં અમદાવાદ શહેરમાં નવા 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે બોપલ રિંગ રોડ થી ઘુમા, નહેરુ નગરથી શિવરંજની થઇ સેટેલાઇટ રામદેવ નગર થી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવાશે. ઉપરાંત ત્રણ નવા ફ્લાયઓવર તેમજ પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનશે.
અમદાવાદ એએમસીના કુલ 17018 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં સૌથી વધુ 1931 કરોડ રૂપિયાનો ખર્ચ ડ્રેનેજ સુવિધા પાછળ થશે. ત્યારબાદ રોડ રસ્તા માટે 1540 કરોડ, પાણી સુવિધા પાછળ 794 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ છે. અમદાવાદ એએમસીના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં કુલ રેવન્યૂ ખર્ચ 7150 કરોડ રૂપિયા અને કેપિટલ ખર્ચ 9868 કરોડ રૂપિયા થવાનો અંદાજ મૂકાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us