અમદાવાદમાં ડબલ ક્રાઈમ : બોપલમાં એકલી રહેતી યુવતી સાથે ગેંગ રેપ બાદ ઘરમાં લૂંટ, 5 નરાધમો બનાસકાંઠાથી ઝડપાયા

Ahmedabad Gang Rap And Robbery Case In Bopal: અમદાવાદના બોપલ વિસ્તારમાં ફ્લેટમાં એકલી રહેતી યુવતી સાથે યુવતી સાથે પાંચ નરાધમોએ ગેંગ રેપ કર્યા બાદ ઘરમાં લૂંટ કરી હોવાની ગંભીર ઘટના બની છે. અમદાવાદ પોલીસની સતર્કતાથી ભાગી રહેલા પાંચેય નરાધમોને બનાસકાંઠાથી દબોચી લેવામાં આવ્યા

Ahmedabad Gang Rap And Robbery Case In Bopal: અમદાવાદના બોપલ વિસ્તારમાં ફ્લેટમાં એકલી રહેતી યુવતી સાથે યુવતી સાથે પાંચ નરાધમોએ ગેંગ રેપ કર્યા બાદ ઘરમાં લૂંટ કરી હોવાની ગંભીર ઘટના બની છે. અમદાવાદ પોલીસની સતર્કતાથી ભાગી રહેલા પાંચેય નરાધમોને બનાસકાંઠાથી દબોચી લેવામાં આવ્યા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
accuse arrested | Crime news | Crime | gang rap |

પ્રતિકાત્મક તસ્વીર (Express Photo)

Ahmedabad Gang Rap And Robbery Case In Bopal: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મહિલા સાથે ગેંગ રેપ અને લૂંટની ઘટનાના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુનો કર્યા બાદ આ પાંચેય નરાધમો ભાગી નીકળ્યા હતા જો કે અમદાવાદ પોલીસના પ્રયાસોથી બનાસકાંઠમાંથી દોબી લેવામાં આવ્યા છે. આ પાંચેય આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના છે. પીડિત મહિલા ફ્લેટમાં એકલી રહેતી હતી. આવી સ્થિતિમાં અમદાવાદમાં એકલી રહેલી યુવતીઓ કેટલી સુરક્ષિત છે તેની સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.

Advertisment

ફ્લેટમાં યુવતીને એકલી જોઇ ગેંગ રેપ અને લૂંટ કરી

સમગ્ર ઘટનાની વાત કરીયે તો ગઇકાલ રાત્રે અમદાવાદના બોપલમાં એકલી રહેતી યુવતી સાથે ગેંગ રેપ અને લૂંટની ગંભીર ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ પીડિતાની ઉંમર 30 વર્ષની છે અને તે બોપલ વિસ્તારમાં ફ્લેટ રાખી એકલી રહે છે. આ જ વિસ્તારમાં સિક્યુરિટીની નોકરી કરતા યુવકોને એક ફ્લેટમાં યુવતી એકલી રહે છે તેની ખબર હતી. આ પાંચેય નરાધમોએ યુવતીના ફ્લેટ પર જઇ ડોરબેલ વગાડી અને દરવાજો ખુલતા જ અંદર ઘુસી ગયા. ત્યારબાદ પાંચેય યુવતી સાથે ગેંગરેપ કર્યો અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા. આ પાંચય નરાધમો બોપલ અને ઘાટલોડિયા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા.

નરાધમો યુવતીના મોબાઈલ, એટીએમ, 40000 રૂપિયા અને ફ્લેટની ચાવી લઇ ભાગી ગયા

ગેંગ રેપ કર્યા બાદ પાંચય જણાએ યુવતીને બંધક બનાવી ઘરમાં લૂંટ ચલાવી અને ભાગી ગયા હતા. તેમણે યુવતી પાસે તેના મોબાઈલ, એટીએમ, લેપટોપ અને ફ્લેટની ચાવી લઇ લીધી હતી.

Advertisment

ગેંગરેપ-લૂંટના પાંચેય આરોપીઓ બનાસકાંઠાથી ઝડપાયા

યુવતી સાથે ગેંગ રેપ અને લૂંટની ઘટનાની જાણ થતા અમદાવાદ પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી. નરધમો ભંયકર ગૂનો આચરીને ગુજરાત બહાર ભાગવા લકઝરી બસમાં ફરાર થવાની ફિરાકમાં હતા. અમદાવાદ અને બનાસકાંઠાની પોલીસના સંયુક્ત પ્રયાસથી પાંચેય આરોપીને બનાસકાંઠાથી લક્ઝરી બસમાં ઝડપાયા હતા. હવે આ આરોપી અમદાવાદ પોલીસને સોંપવામાં આવશે.

accuse arrested | Crime news | Crime | gang rap |
પ્રતિકાત્મક તસ્વીર (Photo Canva)

આ પણ વાંચો | લવ ટ્રાયેન્ગલ : ભાઈ તેના લિવ-ઈન પાર્ટનરના પ્રેમમાં પડ્યો, ‘ગબ્બરે’ તેને બેડરૂમમાં રંગે હાથ પકડ્યો અને…

ચારેય આરોપીઓ પરપ્રાંતિ

યુવતી સાથે ગેંગ રેપ અને લૂંટ કરનાર પાંચેય આરોપીઓ પરપ્રાંતિ છે.

અમૃતપાલ સિંહ ઉર્ફે ગોબી નિર્મલ સિંહ જીલ, ઉંમર - 34, અમૃતસર - પંજાબ
સુખવિંદર સિંઘ ઉર્ફે આકાશ જગજીતસિંહ, પંજાબ
મનજીતસિંગ ઉર્ફે અજય જગજીતસિંહ, પંજાબ
રાહુલ સિંગ વિનોદ સિંહ બંસીવાલ, ઉત્તર પ્રદેશ
હરિ ઓમ ઉર્ફે લાલજી કોમલસિંહ જયસિંહ ઠાકોર, મધ્ય પ્રદેશ

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત