Coldplay Concert Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ, દર્શકો થયો મંત્રમુગ્ધ

Coldplay concert Ahmedabad : Coldplay concert Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળ્યો. અમદાવાદમાં દુનિયોના સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફુલ

Written by Ashish Goyal
Updated : January 25, 2025 23:07 IST
Coldplay Concert Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું પર્ફોમન્સ, દર્શકો થયો મંત્રમુગ્ધ
Coldplay concert : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે (Pics : coldplay insta)

Coldplay Concert Ahmedabad, અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ શનિવારે યોજાયો હતો. આ શો માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પહોંચ્યા હતા. દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. શો માં ફેમસ સિંગર ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલૈંડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમ્રર વિલ ચેમ્પિયન પર્ફોમન્સ કર્યું હતું.

આ ઈવેન્ટ નિહાળવા આવતા પ્રેક્ષકોને એન્ટ્રી આપવાની શરૂઆત બપોરે 2 વાગ્યાથી થઈ હતી. મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પહેરેલા રિસ્ટ બેન્ડમાં અલગ અલગ લાઇટો જોવા મળી હતી. જેને પગલે સ્ટેડિયમમાં અદભુત નજારો જોવા મળ્યો હતો.

કોલ્ડ કોન્સર્ટને લઈ શહેરના કેટલાક રસ્તાઓ પર વાહનો પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યાં જ તેના બદલામાં વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતિબંધિત રૂટ: સ્ટેડિયમના મુખ્ય દ્વાર, કૃપા રેસિડેન્સી ટી અને મોટેરા ટી જંકશન તરફ જતા જનપથ ટી જંકશન પર વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

વૈકલ્પિક રૂટ: તપોવન સર્કલથી, વાહનો ONGC ક્રોસરોડ્સ, વિસત ટી જંકશન, જનપથ ટી જંકશન, પાવર હાઉસ ક્રોસરોડ્સ અને પ્રબોધ રાવલ સર્કલ થઈને આગળ વધી શકશે.

કૃપા રેસિડેન્સી ટી જંકશન પછી, વાહનો ભાટ કોટેશ્વર રોડ થઈને શરણ સ્ટેટસથી એપોલો સર્કલ સુધી જઈ શકશે.

કોન્સર્ટને લઈને અમદાવાદમાં પોલીસ એલર્ટ

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ NSG કમાન્ડો સાથે પોલીસ જવાનો પણ સજ્જ છે. 4 હજાર પોલીસ જવાનો સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી ન થય તે માટે આયોજન. 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP સહિત પોલીસકર્મીઓ તૈનાત રહેશે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે.

આ પણ વાંચો – અમૂલ દૂધના ભાવમાં ઘટાડો, જાણો હવે 1 લીટર દૂધ કેટલામાં મળશે

26મી જાન્યુઆરીએ ઘરે બેઠા કોન્સર્ટ જોઈ શકો છો

કોલ્ડપ્લે બેન્ડની વેબસાઇટ હેઠળ, લોકો 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોન્સર્ટ તેમના ઘરેથી જોઈ શકશે. ડિઝની હોટ સ્ટાર એપના સબ્સ્ક્રાઇબર્સને આનો લાભ મળશે. કારણ કે આ એપ પર કોન્સર્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

કોલ્ડપ્લેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને ભારતમાં શો કરવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમને જણાવતા આનંદ થાય છે કે 26 જાન્યુઆરીએ અમદાવાદથી અમારો શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થશે, જેથી તમે તેને ભારતમાં ગમે ત્યાંથી જોઈ શકો. કોલ્ડપ્લે કોન્સર્ટ ફક્ત ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ થશે.

કોલ્ડપ્લે એ 7 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કર્યા

કોલ્ડપ્લે બેંડની શરૂઆત વર્ષ 1997 માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલૈંડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેંડમાં મેમ્બર છે. 39 નોમિનેશનમાં કોલ્ડપ્લે 7 વખત ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ