અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : હસમુખ પટેલે ફરી બાજી મારી, ચાર લાખથી વધુ મતોથી વિજય

Ahmedabad East Lok Sabha Eelection Result 2024, અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના હસમુખ પટેલ ફરી જીત મેળવવા સફળ રહ્યા છે. હસમુખ પટેલનો 4,61,755 મતોથી ભવ્ય વિજય થયો

Written by Ashish Goyal
Updated : June 04, 2024 17:19 IST
અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : હસમુખ પટેલે ફરી બાજી મારી, ચાર લાખથી વધુ મતોથી વિજય
અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલનો વિજય

Ahmedabad East Lok Sabha Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતની અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના હસમુખ પટેલ ફરી જીત મેળવવા સફળ રહ્યા છે. હસમુખ પટેલનો 4,61,755 મતોથી ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને 7,70,459 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસનાઉમેદવાર હિંમતસિંહ પટેલને 3,08,704 વોટ મળ્યા હતા.

અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પર 54.72 ટકા મતદાન

અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. અમદાવાદ પૂર્વમાં કુલ 54.72 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો બાપુનગરમાં 53.34 ટકા, દહેગામમાં 54.56 ટકા, ગાંધીનગર સાઉથમાં 58.56 ટકા, નરોડામાં 50.61 ટકા, નિકોલમાં 55.08 ટકા, ઠક્કરબાપા નગરમાં 59.93 ટકા અને વટવામાં 55.07 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, અમદાવાદ વેસ્ટમાં ભાજપ ફટકારશે જીતનો ચોગ્ગો કે કોંગ્રેસ મારશે બ્રેક

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલ સામે 4,34,330 મતોથી વિજય મેળવ્યો હતો. હસમુખ પટેલને 67.17 ટકા અને ગીતાબેન પટેલને 28.26 ટકા વોટ મળ્યા હતા.

Ahmedabad East Lok Sabha Result 2024

લોકસભા ચૂંટણી અમદાવાદ પૂર્વ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 2009 – હરિન પાઠક (ભાજપ)
  • 2014 – પરેશ રાવલ (ભાજપ)
  • 2019 – હસમુખ પટેલ (ભાજપ)
  • 2024 – હસમુખ પટેલ (ભાજપ)

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક 18 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1જયંતીભાઈ મકવાણાબસપા
2હસમુખભાઈ પટેલભાજપા
3કલ્પેશભાઈ શેટેગુંજ સત્ય ની જનતા પાર્ટી
4ધનંજય રાજપુતભારતીય જન પરિષદ
5પિયુષ ભાવસારયુથ ઈન્ડિયા પિસ પાર્ટી
6પ્રમોદ ગૌડેસ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી
7મનિષ દુબેસ્વરાજ ક્રાંતિ પાર્ટી
8રાજેશ મૌર્યપ્રજાતંત્ર આધાર પાર્ટી
9હિતેન્દ્ર પટેલઆદી ભારત પાર્ટી
10રૂપેશભાઈ ઈંગોલઅપક્ષ
11મોહમ્મદફારૂક ચૌહાણઅપક્ષ
12સંજય ઝાલાઅપક્ષ
13દશરથ પંચાલઅપક્ષ
14વિષ્ણુ પટનીઅપક્ષ
15બ્રિજેશ શર્માઅપક્ષ
16મહેશ ઠાકોરઅપક્ષ
17હર્ષેદ નાંદોલિયાઅપક્ષ
18હિંમતસિંહ પટેલકોંગ્રેસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ