Crime News: અમદાવાદના ગાંધી રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગ, વેપારીઓમાં ડરનો માહોલ

Ahmedabad Gandhi Road Robbery News: અમદાવાદમાં ગાંધી રોડ પર સોનાની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. અઠવાડિયાની અંદર અમદાવાદમાં લૂંટની બીજી ઘટના બનતા વેપારીઓ ડરેલા છે.

Ahmedabad Gandhi Road Robbery News: અમદાવાદમાં ગાંધી રોડ પર સોનાની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. અઠવાડિયાની અંદર અમદાવાદમાં લૂંટની બીજી ઘટના બનતા વેપારીઓ ડરેલા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Police | Policeman | Crime News

પ્રતિકાત્મક તસવીર (Express File Photo)

Ahmedabad Gandhi Road Robbery News: અમદાવાદના ગાંધી રોડ પર ધોળા દિવસે સોનાના વેપારીને ત્યાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. અમદાવાદના ભરચક વિસ્તારમાં સોનાની દુકાનમાં લૂંટની ઘટનાથી વેપારીઓમાં ડરનો માહોલ છે. લૂંટારાએ જ્વેલર્સની દુકાનમાં બેઠેલા સોની વેપારીને પગમાં ગોળી મારી અને નાસી છુટ્યા હતા. લૂંટ અને ગોળીબારની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આ ઘટના બાદ વેપારીઓમાં ડરનો માહોલ છે.

Advertisment

ગાંધી રોડ પર લૂંટ વિથ ફાયરિંગની ઘટના

અમદાવાદના ગાંધી રોડ પર ફતાશા પોળ નજીક આવેલી સોની હિંમતલાલ શંકરજીલાલ નામની જ્વેલર્સની દુકાનમાં બપોર બાદ લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. લૂંટારુ મોં પર રૂમાલ અને હાથમાં હેન્ડ ગ્લોઝ પહેરીને સોનાની દુકાનમાં આવ્યા હતા. લુટારુઓએ જ્વેલર્સની દુકાનમાં બેઠેલા સોની વેપારી પર ફાયરિંગ કર્યુ હતુ, જેમા વેપારીને પગમાં ગોળી વાગી હતી. ફાયરિંગ કરી લૂટારુ ભાગી ગયા હતા.

લૂંટ - ફાયરિંગ બાદ વેપારીઓમાં ડરનો માહોલ

અમદાવાદમાં ગાંધી રોડ અને રિલિફ રોડ પ્રખ્યાત વેપારી બજાર છે. ગાંધી રોડ પર સોના - ચાંદી જ્વેલર્સ અને ઈલેક્ટ્રિકોનિક્સ આઈટમની દુકાનો આવેલી છે. અહીં જ પ્રખ્યાત માણેક સોની ચાંદી બજાર આવેલું છે. લૂંટ વિથ ફાયરિંગની ઘટના બાદ અહીંના વેપારીઓ ડરેલા છે. અત્યાર સુધી પોળમાં વેપાર કરવો સુરક્ષિત માનવામાં આવતુ હતુ. જો કે આવી ઘટના બાદ વેપારીઓ અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.

લૂંટ વિથ ફાયરિંગની ઘટના બાદ પોલીસ તપાસ શરૂ

અમદાવાદની ગાંધી રોડ પર સોનાની દુકાનમાં લૂંટ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. પોલીસ ઘટના સ્થળે સબૂત મેળવી રહી છે.

Advertisment

આ પણ વાંચો | અમદાવાદ લૂંટ : આંગડિયા પેઢી કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ ની લૂંટ

અમદાવાદમાં અઠવાડિયામાં લૂંટની બીજી ઘટના

અમદાવાદમાં દિવસે દિવસે લૂંટ અને ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. અઠવાડિયા અગાઉ અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી બે અજાણ્યા બાઈક સવારોએ 65 લાખની લૂટ ચલાવી હતી અને રફુચક્કર થઈ ગયા છે. અમદાવાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. હવે ફરી અમદાવાદમાં સોનાની દુકાનમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત