/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Ahmedabad-Gulbarg-Society-Nikah.jpg)
2002ના રમખાણો બાદ ગુલમર્ગ સોસાય
સોહિની ઘોષ : ગોધરા કાંડ બાદ વર્ષ-2002, અમદાવાદ, સ્થળ- ગુલબર્ગ સોસાયટી, જ્યાં 22 વર્ષ પહેલા રમખાણોમાં 69 લોકો માર્યા ગયા હતા. ગુજરાતની એ ગોધરા કાંડની ઘટનાના પ્રત્યાઘાત, બાદ રમખાણો અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા, આ બધુ વિચારતા આજે પણ મન કંપી ઉઠે છે. અહીં ગલીયો ખામોશીથી રડી રહી હતી, 22 વર્ષથી સન્નાટો, ઘર ઉજ્જડ અને નિર્જન થયા, પરંતુ હવે 22 વર્ષના ઉદાસ વાતાવરણ બાદ આ સ્થાન પર ખુશીઓ પાછી આવી છે. આ વાત છે મિસ્બાહના લગ્નની. આખો મહોલ્લો નિકાહની ઉત્તેજનાથી ભરેલો છે. આજે અહીંની શેરીઓ આ પ્રસંગે ખુશીથી ગુંજી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોમાં ગુલબર્ગ સોસાયટીના આ પરિવારે 19 લોકો ગુમાવ્યા હતા. જેમાં 6 બાળકોનો પણ સમાવેશ હતો. રમખાણોમાં રફીકની પત્ની અને બાળકનું પણ મોત થયું હતું. આ પછી તેણે મધ્યપ્રદેશની રહેવાસી તસ્લીમ સાથે લગ્ન કર્યા. ગુલબર્ગ સોસાયટીમાં પ્રવેશતા જ રફીકનું ઘર દેખાય છે. ઘરના લોકો વર્ષમાં એકવાર અહીં ભેગા થાય છે, અને તે ભયંકર દ્રશ્યને યાદ કરે છે, જ્યારે બધું નાશ પામ્યું હતું.
ગુલબર્ગ સોસાયટીની શેરીઓ 22 વર્ષ પછી ખીશીથી ગુંજી ઉઠી છે
હવે 22 વર્ષ બાદ આ શેરીઓમાં ગુલાબી અને સફેદ મહેરાબ લગાવવામાં આવ્યા છે. મુખ્ય દ્વાર પર લાલ અને વાદળી જાજમ પાથરી છે. રંગબેરંગી તોરણો ચઢાવવામાં આવ્યા છે. દિવાલોને રંગવામાં આવી છે. ચળકતી ઝાલરો મનમોહક બની છે. તો, નજીકમાં મોટા વાસણોમાં ભોજન બની રહ્યું છે, જેની સુગંધ સર્વત્ર પ્રસરી રહી છે.
19 વર્ષિય મિસ્બાહના લગ્નથી ખુશીઓ આવી
આ પરિવારમાં 19 વર્ષની દીકરીના લગ્ન છે. કુનબાના જે બધા લોકો આ વિસ્તાર છોડીને ગયા હતા તે બધા ભેગા થયા છે. આ રીતે વર્ષો બાદ જૂની ગુલબર્ગ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ હમ તુમ્હારે હૈ સનમનું લગ્ન ગીત, “તુમ જબ ઐસે શર્માતી હો, દુલ્હે કા ધડકતા હૈ સીના…” વાગી રહ્યું છે, તો બીજી તરફ, અન્ય છોકરીઓ 19 વર્ષની કન્યા મિસ્બાહને ચીડવી રહી છે. તેણીએ તેના હલ્દી ફંક્શન માટે પીળા કપડા પહેર્યો છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
ફંક્શનમાં આવેલા લોકો કહી રહ્યા છે કે, મિસ્બાહના નિહાક ફંક્શનથી 22 વર્ષ પહેલા ઉજ્જડ થઈ ગયેલી જગ્યામાં ફરી જીવ ફૂંકાયો છે. મિસ્બાહ મધ્યપ્રદેશના બરવાનીમાં 22 વર્ષના એન્જિનિયર શોએબ તંવર સાથે લગ્ન કરી રહી છે. લગ્ન બાદ આ કપલ પુણે રહેવા જવાનું છે.
સર્વત્ર ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. સ્ત્રીઓ એકબીજાને શણગારી રહી છે. મસ્તી સાથે સંગીતનો માહોલ છે. ખુશનુમા વાતાવરણ જોઈને પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા છે.
આ એ જ જગ્યા છે, જ્યાં 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ટ્રેન સળગાવવાની ઘટનાના એક દિવસ બાદ રમખાણો દરમિયાન ટોળાએ ગુલબર્ગ સોસાયટી પર હુમલો કર્યો હતો. ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 59 લોકો માર્યા ગયા હતા. 2016 માં ફાસ્ટ ટ્રેક કોર્ટે 24 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમાંથી 11 ને આજીવન કેદની સજા ફટકારી હતી. રમખાણો પછી, અહીં રહેતા 17 પરિવારો બીજે ક્યાંક રહેવા ગયા. હવે પરિવારના તમામ સભ્યો આ લગ્નમાં હાજરી આપવા આવ્યા છે.
મન્સુરી પરિવારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 600 મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રફીક લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. એકંદરે, નિર્જન સ્થળ ફરી એકવાર ધમધમતું બન્યું છે. આ ઉજવણીએ પરિવારના સભ્યોના હૃદય પર મલમનું કામ કર્યું છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને પડોશીઓ બધા હવે સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે. ગોધરા રમખાણોમાં અહીં દરેક વ્યક્તિએ પોતાનુ પ્રિયજન ગુમાવ્યું છે.
આ પણ વાંચો - ગોધરા: શું હતી ગોધરાની ઘટના? આનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજેપી આ ફરીથી કરાવવા જઈ રહી છે
લગ્નમાં હાજરી આપવા આવેલા 50 વર્ષીય ફિરોઝખાન સઈદખાન પઠાણે પણ રમખાણોમાં તેની માતા સહિત તેના પરિવારના કેટલાક સભ્યોને ગુમાવ્યા હતા. જ્યારે 33 વર્ષનો મુબારક મન્સૂરી તેની માતા અને બે ભાઈ-બહેનની હત્યા બાદ જયપુર જતો રહ્યો હતો. એકવાર આ લગ્નના બહાને બધા ભેગા થઈને ઉજવણી કરી રહ્યા છે. મૌન થઈ ગયેલી શેરી ફરી એકવાર હસી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us