/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Ahmedabad-Heavy-Rain.jpg)
અમદાવાદમાં ભારે વરસાદથી હાલાકી
Ahmedabad Heavy Rain : ગુજરાતમાં જૂનાગઢ, નવસારી બાદ અમદાવાદમાં મેઘ રાજાએ હાહાકાર મચાવ્યો. અમદાવાદમાં માત્ર બે કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મોટાભાગના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સાંજના પીક અપ સમયે જ ધોધમાર વરસાદ પડતા નોકરીયાત, વેપારીઓ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલમાં નોંધાયો છે, તો સૌથી ઓછો રામોલ વિસ્તારમાં નોંધાયો છે. જો ડેટા પર નજર કરીએ તો, બોપલમાં 7 ઈંચ, કોતરપુરમાં 6.16, જોધપુરમાં 5.79, બોડકદેવમાં 5.77, ચકુડિયા 5.63, કઠવાડા 5.63, દુધેશ્વર 5.53, ગોતા 5.47, સરખેજ 5.45, ચાંદખેડા 5.39, જોધપુર ઝોનલ 5.12, મમિનગર 4.90, ઉસ્માનપુરા 4.88, રાણીપ 4.88, પાલડી 4.51, મેમકો 4.15, વિરાટનગર 4.13, ચાંદલોડિયા 4.11, ઓઢવ 3.88, સાયન્સ સીટી 3.88, દમાપીઠ 3.76, નીકોલ, વટવા, નરોડા, રામોલમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
રસ્તા પર પાણી ફરી વળતા વાહનોના ખડકલા
અમદાવાદમાં મોડી સાંજે ભારે વરસાદને પગલે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સાંજના સમયે નોકરી-ધંધા પરથી છૂટવાના સમયે ભારે વરસાદને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં લોકો વાહન દોરીને લઈ જતા અથવા બંધ પડી ગયેલા વાહનને ચાલુ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. વાહના સાયલન્સમાં પાણી ભરાઈ જતા વાહનો બંધ પડી જતા અનેક જગ્યાએ વાહનોના ખડકલા જોવા મળ્યા હતા.
ભારે વરસાદ બાદ ઠેર-ઠેર ટ્રાફિક જામ
અમદાવાદમાં સાંજના પિક અપ સમયે આમ પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, ત્યારે ભારે વરસાદને પગલે સાત અંડરપાસ બંધ કરાયા, મોટાભાગના રસ્તાઓ પર પાણી બરાઈ જતા રસ્તા બંધ થયા, લોકોના વાહનો બંધ પડી જતા જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિકથી પરેશાન થઈ કેટલાક તો વાહનો મુકી ચાલતી પકડવા મજબુર બન્યા હતા.
ભારે વરસાદથી અમદાવાદ પાણી-પાણી દ્રશ્યો (સોશિયલ મીડિયા)
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા, વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે આનંદનગર વિસ્તારમાં પાણી ભરાયા #Ahmedabad#GujaratRain#Gujarat#AhmedabadRainpic.twitter.com/jN8P9cgEcw
— Sanjay ᗪєsai 🇮🇳 (ᴢᴇᴇ ɴᴇᴡs) (@sanjay_desai_26) July 22, 2023
વરસાદમાં ડરી ડરીને ચલાવી રહેલા વાહન ચાલકોની મદદે ઉતર્યા નાગરીકો, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની મદદ કરી રહ્યા
There are always choices available to determine your path. In this instance, Here’s a youth of individuals from Ahmedabad who is selflessly helping during this heavy rain by managing the traffic. #ahmedabad#ahmedabadrain#AhmedabadNewspic.twitter.com/V8t6rkVQ0M
— Maulesh B Pandit (@mauleshbpandit) July 22, 2023
અમદાવાદીઓ ઢીંચણસમા પાણીમાં ચાલીને જતા
Ahmedabad rain news #Ahmedabad#AhmedabadNews#Ahmedabadrain#heavyrains#Ahmedabadroadaccidentpic.twitter.com/j39OPBMIb0
— Yang TheOrigin (@Yangtheorigin) July 22, 2023
અમદાવાદના રસ્તા નદી જેવા બની ગયા હતા
Heavy rains in #Ahmedabad#Rain#AhmedabadNewspic.twitter.com/pSbc0ASEkH
— Janvi Sonaiya (@JanviSonaiya) July 22, 2023
એસજી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો, કલાકો સુધી વાહન ચાલકો અટવાયા
भारी बारिश की वजह से एसजी हाईवे पर ट्रैफ़िक जाम !
#AhmedabadRainpic.twitter.com/iSdmAUS82P— Rameezkhanji N Rathore (@RameezRathor) July 22, 2023
રસ્તા પર પાણીમાં અડધા ડુબેલા વાહનો
Very Very Heavy Rain in #Ahmedabadpic.twitter.com/byMAZgELDc
— Parag Patel | Entrepreneur | Mission2027Gujarat (@ParagPatelPower) July 22, 2023
અમદાવાદમાં 7 અંડરપાસ બંધ કરાયા
અમદાવાદમાં અચાનક આવી ચઢેલા ભારે વરસાદથી અમદાવાદ શહેરના 7 અંડરપાસમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા તત્કાલીન અવર જવર માટે તેને બંધ કરવામાં આવ્યા હતા. જેમાં મીઠાખળી અંડરપાસ, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહિબાગ અંડપાસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - હવામાન વિભાગની તાજી આગાહી : સાત જિલ્લામાં આપ્યું રેડએલર્ટ, તો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા
આજ રોજ અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપરના વાસણા બેરેજના 12 દરવાજા 19:00 વાગ્યાથી ખોલી 33660 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. વાસમા બેરેજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us