Ahmedabad Iskcon bridge accident : અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર એક થાર ગાડીને અકસ્માત નડ્યો તે જોવા માટે લોકોનું ટોળુ ઉભુ હતું હતું અને કાળ બનીને એક ભારે સ્પીડ સાથે એક જેગુઆર કાર ત્યાંથી પસાર થાય છે અને ટાળામાં ઉભેલા લોકોને ફૂટબોલની જેમ ફંગોળે છે. આ અક્સમાતમાં 9 લોકોના મોત થાય છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 1 વાગ્યે બન્યો હતો. જેમાં 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે 1નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માતનો એક લાઈવ વાયરલ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક કાર ભારે સ્પીડમાં આવે છે, અને ફૂટબોલની જેમ ટોળામાં ઉભેલા લોકોને ફંગોળે છે. આ વીડિયો આજ અકસ્માતનો છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઈસ્કોન બ્રિજ અકસ્માતનો લાઈવ વીડિયો જોવા અહીં ક્લિક કરો. (નોંધ – આ વીડિયો તમને વિચલીત કરી શકે છે, કાચા-પોચા હૃદયના લોકોએ ન જોવો)
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઈક સવાર એસજી હાઈવે પર અકસ્માતના ઘટના સ્થળેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેનો વીડિયો ચાલુ છે. ત્યારે અચાનક સામેથી એક ફૂલ સ્પીડમાં કાર આવે છે, અને ટોળાને ફંગોળે છે. બાઈક સવાર ઉભો રહે છે અને તેનો વીડિયો તે તરફ ગુમે છે, જેમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થાય છે.
આ પણ વાંચો – ahmedabad Iskcon bridge accident : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9ના મોત, પરિવારોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી
તમને જણાવી દઈએ કે, ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ પણ ઈજાગ્રસ્ત થતા હાલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તેની સારવાર ચાલી રહી હોવાથી હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. ડોક્ટરોએ તેના કેટલાક રિપોર્ટ બાકી હોવાનું જણાવતા 24 કલાક બાદ તેની પોલીસ ધરપકડ કરી શકશે.