/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Ahmedabad-Jivraj-Park-Fire.jpg)
અમદાવાદ જીવરાજ પાર્ક અવધ આર્કેડમાં આગ
ahmedabad jivraj park fire : અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ અવધ આર્કેડ નામની બિલ્ડીંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ ચાર લોકોનું રેસક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જીવરાજ પાર્ક થી વિશાલા બાજુ જવાના રસ્તા પર આવેલ અવધ આર્કેડ બિલ્ડીંગમાં લિફ્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અચાનક ધુમાડાના ગોટા નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરની ટીમે ચોર લોકોનું રેસક્યુ કરી સહિ સલામત બહાર કાઢ્યા હતા.
વિગતે વાત કરીએ તો, અવધ આર્કેડમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, તંત્રને જાણ થતા પોલીસ અને ફાયરની 10 ગાડીઓ પહોંચી ગઈ હતી. રેસક્યુ ટીમે બિલ્ડીંગમાં ઉપરના માળે ફસાયેલા લોકોનું રેસક્યુ કર્યું હતું, અને ચાર લોકોને બહાર કાઢ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જે બિલ્ડીંગમાં આગ લાગી હતી, ત્યાં ઉપર હોટલ અને હોસ્પિટલ આવેલી છે, જેમાં લોકો ફસાયા હતા. નીચેની સાઈડ ગાડીનો શો-રૂમ આવેલો છે, જેમાં ગાડીઓ પણ છે, હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ધુમાડાના ગોટે ગોટા હજુ નીકળી રહ્યા છે.
આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા હજુ નથી મળી શક્યું, પરંતુ લિફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લોકો લગાવી રહ્યા છે. તંત્ર દ્વારા તુરંત પગલા લેવામાં આવતા કોઈ જાન હાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ફાયર વિભાગની ટીમ આગ કયા કારણોસર લાગી તે દિશામાં હવે તપાસ શરૂ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us