અમદાવાદ : મંદિર નિર્માણના ખોદકામ દરમિયાન નીકળી પ્રાચીન વાવ, મૂર્તિઓ

AHMEDABAD Kaniyel village step-well : અમદાવાદના દસક્રોઈ તાલુકા (Daskroi taluka) ના કનિયેલ ગામમાં મંદિર નિર્માણ માટે ખોદકામ સમયે વાવ અને મૂર્તિ મળી આવી છે. પુરાતત્વ વિભાગને સુચના મળતા તપાસ શરૂ કરવામાં આવી.

February 18, 2023 21:44 IST
અમદાવાદ : મંદિર નિર્માણના ખોદકામ દરમિયાન નીકળી પ્રાચીન વાવ, મૂર્તિઓ
અમદાવાદના કનિયેલ ગામમાં ખોદકામ સમયે પૌરાણિક વાવ જેવી વસ્તુ દેખાઈ

રાશિ મિશ્રા : અમદાવાદના દસક્રોઈ તાલુકાના કનિયેલના ગ્રામજનોને ખાનગી જમીન પર મંદિર બનાવવા માટે ખોદકામ કરતી વખતે એક પ્રાચીન વાવ અને લગભગ 30 ફૂટની મૂર્તિઓ મળી આવી હતી.

દસ્ક્રોઇ મામલતદાર એ.પી. વ્યાસે જણાવ્યું હતું કે, “સ્થળ પર બે દિવસ ખોદકામ કર્યા બાદ પગથિયું મળી આવ્યું હતું.” 13 ફેબ્રુઆરીના રોજ સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી.”

રાજ્યના રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ હેઠળના ગુજરાત પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય દ્વારા સ્થળ અને માળખાનો પ્રારંભિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. “અમે પ્રાથમિક અભ્યાસ કર્યો છે. હકીકત એ છે કે, આ એક વાવ છે, આ વાવની ઉંમર અથવા સંરક્ષક વિશે હાલ કંઈ કહી શકાય નહીં,” રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલયના નિયામકને જાણ કરી છે.

ખોડિયાર માતાના મંદિરનું જૂનું માળખું આ સ્થળે પહેલેથી જ હાજર હતું અને નવું માળખું બનાવવામાં આવી રહ્યું હતું, જેના માટે ખોદકામ ચાલી રહ્યું હતું. જાણ થતાં ગ્રામજનોએ ખોદકામ બંધ કરી દીધું હતું.

આ પણ વાંચોGujarat Politics: કોંગ્રેસે છેલ્લો ‘ગઢ’ પણ ગુમાવ્યો, પહેલીવાર ભાજપે આ સંસ્થા પર ‘સંપૂર્ણ કબજો’ મેળવ્યો

કનિયેલ ગામના સરપંચ મગલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગામમાં ક્યાંક “વાવ” અથવા પગથિયાં હોવાની કહાની હતી, પરંતુ આજ સુધી કોઈએ જોઈ ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ