/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Maninagar-Accident-police-viral-video.jpg)
અમદાવાદ મણીનગર અકસ્માત - દારૂ પી ગાડી ચલાવારને પોલીસે માર માર્યો - વીડિયો વારલ
Ahmedabad Maninagar Accident : મણીનગરમાં બે દિવસ પહેલા દારૂ પીને ગાડી ચલાવી દિવાલમાં ગાડી ઘુસાડી દેનાર નબીરાઓને પોલીસે અકસ્માતના સ્થળે લઈ જઈ બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ મામલો 23 જુલાઈનો હતો, જેમાં કાર ઝાડ કે દિવાલ સાથે અથડાઈ પલટી મારી જાય છે, જોકે આ બનાવમાં સદનશિબે કોઈને જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર અમદાવાદ પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસ બે યુવકોને માર મારે છે. કહેવાય છે કે, જે યુવકોને માર મારવામાં આવી રહ્યો છે તે યુવકોએ બે દિવસ પહેલા મણીનગર વિસ્તારમાં મોડી રાત્રે દારૂ પીને ગાડી ચલાવી હતી, અને ડ્રાઈવિંગ પર કાબુ ગુમાવી કાર દિવાલ સાથે અથડાતા કાર પલટી મારી ગઈ હતી.
અકસ્માત સમયે બાંકડા પર બેઠેલા લોકોનો આબાદ બચાવ
પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટના બની ત્યારે અકસ્માત સ્થળ પર નજીકમાં બાંકડા પર લોકો બેઠેલા હતા, જોકે સાવચેતીના ભાગરૂપે તેઓ ઉભા થઈ ભાગી જતા તેમનો બચાવ થયો હતો. અકસ્માત સર્જનાર યુવકોએ દારૂ પીને ગાડી ચલાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું, સાથે ગાડીમાંથી બે બિયરની બોટલો પણ મળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ : મણીનગર કાર પલટીનો મામલો, દારૂ પી ગાડી ચલાવી લોકોનો જીવ જોખમમાં મુકનારને પોલીસે આપ્યો મેથીપાક - વાયરલ વીડિયો - 1#AhmedabadAccident#AhmedabadPolice#GujaratPolice#GujaratiNews#ManinagarAccident#ViralVideopic.twitter.com/i2CmdNXidN
— IEGujarati (@IeGujarati) July 25, 2023
દારૂ પી લોકોનો જીવ જોખમમાં મુકો છો, પોલીસે કરી ડંડાવાળી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ બંને યુવકોને ઘટના સ્થળ પર લઈ જઈ ડંડાથી મારે છે. જેમાં પોલીસ યુવકને મારતા મારતા પુછી રહી છે, કોણ કોણ ગાડીમાં સાથે હતું, કેટલા લોકો ગાડીમાં હતા, દારૂ પીને ગાડી કેમ ચલાવી, લોકોનો જીવ જોખમમાં મુકાયો, કઈ થયું હોત કોઈને જાનહાની પહોંચી હોત તો, સામે માર ખાનાર યુવક 'સોરી, પ્લીસ સાહેબ, હવે એવું નહી થાય, વાગે છે સાહેબ' કહી રહ્યા છે.
અમદાવાદ : મણીનગર કાર પલટીનો મામલો, દારૂ પી ગાડી ચલાવી લોકોનો જીવ જોખમમાં મુકનારને પોલીસે આપ્યો મેથીપાક - વાયરલ વીડિયો - 2#AhmedabadAccident#AhmedabadPolice#GujaratPolice#GujaratiNews#ManinagarAccident#viralvideopic.twitter.com/QUIr9b2s3q
— IEGujarati (@IeGujarati) July 25, 2023
બે દિવસ પહેલા મણીનગરમાં કાર પલટી મારી હતી
ઉલ્લેખનીય છે કે, મણીનગરમાં 23 જુલાઈ રાત્રે 12 વાગ્યા આસપાસ જવાહર ચોક રાજકમલ બેકરી પાસે એક ગાડી દિવાલ સાથે અથડાઈ પલટી મારે છે, ગાડી પલટી માર્યા બાદ યુવકો ગાડીમાંથી બહાર આવતા હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ગાડી કોની છે તે મામલે તપાસ હાથ ધરતા કેદાર દવે નામના યુવકની ગાડી હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ તેની અટકાયત કરી પુછતાછ કરતા અન્ય ત્રણ યુવકો પ્રીત સોની, ઋત્વિક માંડલિયા, સ્વરાજ જાદવ પણ તે સમયે કારમાં સાથે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચારે વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - માતા-પિતા સાવધાન! બેટો બાઈક પર સ્ટંટ કરતા ઝડપાયો, પોલીસે પિતાની કરી ધરપકડ, લાયસન્સ પણ થશે રદ
તમને જણાવી દઈએ કે, 19 જુલાઇના રોજ રાત્રે આશરે 1 વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર એક થાર જીપ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા અને મદદ કરવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે ઓવર સ્પીડે જતી જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પહેલા નવ લોકો અને પછી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ જેગુઆર કારની અડફેટે આવી જતા 10 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર શહેર અને ગુજરાત આખું હચમચી ગયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us