અમદાવાદ મેટ્રોના કોચ ઉપર કલર સ્પ્રે કરનાર ચાર ઇટાલિન યુવકો ઝડપાયા

Ahmedabad crime news: આરોપીઓએ અમદાવાદના ગોમતીપુરના એપેરલ પાર્કમાં પાર્ક કરેલા બે મેટ્રો કોચ પર ગ્રેફિટી સ્પ્રે કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

Ahmedabad crime news: આરોપીઓએ અમદાવાદના ગોમતીપુરના એપેરલ પાર્કમાં પાર્ક કરેલા બે મેટ્રો કોચ પર ગ્રેફિટી સ્પ્રે કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

પકડાયેલા ઇટાલિયન યુવકો

અમદાવાદઃ વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેના પહેલા ફેઝની સેવાને લોકો માટે ખુલ્લી મુકે એ પહેલા શુક્રવારે ઈટાલિયન યુવકોએ ગોમતીપુના એપેરલ પાર્કમાં પાર્ક કરેલા કોચોને કલર સ્પ્રેથી રંગીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે (DCB)આરોપીઓને પકડી પાડ્યા હતા.

Advertisment

ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના કથિત રીતે શુક્રવારની વહેલી સવારે બની હતી. તે દિવસે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના અન્ય ભાગમાં મેટ્રો રેલ સેવાના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું.

FIR મુજબ ઇટાલિયન યુવકોએ ગોમતીપુરમાં મેટ્રો રેલના એપેરલ પાર્ક ડેપો ઘૂસીને ડેપોમાં પાર્ક કરેલા T-14 અને T-15 કોચ ઉપર અલગ અલગ કલરથી 'TATA' લખ્યું હતું. અને બંને મેટ્રો કોચની વચ્ચેના ઈલેક્ટ્રીક પોલ પર 'TAS' પણ લખ્યું હતું. તેઓએ સાર્વજનિક સંપત્તિને આશરે રૂ. 50,000નું નુકસાન પહોંચાડ્યું છે. ગેંગના ત્રણ યુવકો સવારે 2.37 થી 2.52ની ડેપોની દીવાલ કૂદીને ભાગી ગયા હતા.

એક પ્રેસનોટમાં પોલીસે આરોપીઓની ઓળખ 24 વર્ષીય કુડિની ગિઆનલુકા, 29 વર્ષીય બાલ્ડો સાચા, 21 વર્ષીય સ્ટારીનેરી ડેનિલેલી અને 27 વર્ષીય કેપેચી પાઓલોના તરીકે કરી હતી.

Advertisment

પ્રેસનોટમાં જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકામાં આવી ગ્રેફિટી દોરવાનું ચલણ છે. આ દેશોમાં આવી પ્રવૃત્તિઓ ઘણી વધી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પણ ગ્રેફિટી-એરોસોલ પેઇન્ટિંગ કરવાની વિકૃત આદત ધરાવે છે. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ આવી પ્રવૃત્તિઓ કરીન આનંદ માણે છે,"

પકડાયેલા આરોપીઓ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહે છે. એલિસબ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલ નજીકથી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એચએમ વ્યાસે તેમને પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ રંગોની ગ્રેફિટી સ્પ્રે બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.