અમદાવાદ મેટ્રો ટ્રેન કયા-કયા સ્ટેશન પર દોડશે? ટિકિટ દર શું હશે? કેવી મળશે સુવિધા?

Ahmedabad Metro Train : PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 (Phase 1 Route) પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. તો જોઈએ મેટ્રો ટ્રેન કયા સ્ટેશન (Metro Train station) પર દોડશે? કેટલી હશે ટિકિટ (Metro Train Ticket)? વગેરે-વગેરે માહિતી.

Ahmedabad Metro Train : PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 (Phase 1 Route) પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. તો જોઈએ મેટ્રો ટ્રેન કયા સ્ટેશન (Metro Train station) પર દોડશે? કેટલી હશે ટિકિટ (Metro Train Ticket)? વગેરે-વગેરે માહિતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

અમદાવાદ મેટ્રો સ્ટેશન, ટિકિટ દર, સુવિધા અને ખાસિયત

Ahmedabad Metro Train launch : અમદાવાદીઓ જે પળની કાગની ડોળે રાહ જોતા હતા તે ઈચ્છા પુરી થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ મેટ્રો ટ્રેનની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 (Metro Train Phase 1) પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પૂર્વથી પશ્ચિમનો રૂટ 21 કિમીનો છે, તો ઉત્તરથી દક્ષિણનો રૂટ 19 કિમીનો છે. તો જોઈએ કે, મેટ્રો ટ્રેનના સ્ટેશન (Metro Train station) કયા-કયા રહેશે? અને ટિકિટનો દર (Metro Train Ticket) કેવો રહેશે?.

Advertisment

પીએમ મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ

30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરીકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુ થયો છે. જેની સામે 2014થી અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટથી 910 લાખ માનવ દિવસ રોજગારનું સર્જન થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ-નિકાસ પોઇન્ટ છે.

મેટ્રો ટ્રેન - પૂર્વ થી પશ્ચિમ રૂટ સ્ટેશન

  • થલતેજ
  • દૂરદર્શન કેન્દ્ર
  • ગુરૂકુલ રોડ
  • ગુજરાત યુનિવર્સિટી
  • કોમર્સ છ રસ્તા
  • એસ પીસ્ટેડિયમ
  • જૂની હાઇકોર્ટ
  • શાહપુર
  • ઘીકાંટા
  • કાલુપુર રેલવે સ્ટેશન
  • કાંકરિયા પૂર્વ
  • એપરેલ પાર્ક
  • અમરાઈવાડી
  • રબારી કોલોની
  • વસ્ત્રાલ
  • નિરાંત ક્રોસ રોડ
  • વસ્ત્રાલ ગામ

મેટ્રો ટ્રેન - ઉત્તર થી દક્ષિણ રૂટ સ્ટેશન

  • મેટ્રો સ્ટેડિયમ
  • સાબરમતિ
  • એઈસી
  • સાબરમતિ રેલવે સ્ટેશન
  • રાણીપ
  • વાડજ
  • વિજય નગર
  • ઉસ્માનપુરા
  • જુની હાઈકોર્ટ
  • ગાંધીગ્રામ
  • પાલડી
  • શ્રેયસ
  • રાજીવ નગર
  • જીવરાજ પાર્ક
  • એપીએમસી
Advertisment

મેટ્રો ટ્રેન ટિકિટ દર અને સુવિધા

દરેક અમદાવાદીના મનમાં પ્રશ્ન હશે કે, મેટ્રો ટ્રેનમાં ટિકિટનો દર કેવો રહેશેં? મેટ્રોમાં સુવિધા કેવી મળશે. તો આ પ્રશ્નનો થોડો જવાબ જોઈએ તો, બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂપિયા 5થી 25ની વચ્ચે રહેશે. જો સુવિધાની વાત કરીએ તો, સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

મેટ્રો ટ્રેન 6.6 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ દોડશે, જેમાં 4 સ્ટેશન છે

મેટ્રો ટ્રેન ફેઝ-1ના પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં જે વિસ્તારમા વધારે ટ્રાફિક સમસ્યા છે તેવા 6.6 કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ સેક્શન છે, આમાં 4 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો રહેશે. શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. મહત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં જો પોતાનું વાહન લઈને જાઓ લગભગ 30 મિનીટથી વધુનો સમય લાગી જાય છે, પરંતુ મેટ્રો ટ્રેનમાં તે માત્ર 7 મનીટમાં શાહપુરથી કાંકરિયા પહોંચી જશો.

મેટ્રો ફેઝ-1નો ખર્ચ - રોજગારીનું સર્જન

અમદાવાદમાં દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે હવે બનીને તૈયાર થઈ ગયો છે, આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં ₹12925 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે. 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ-નિકાસ પોઇન્ટ સામેલ છે.

મેટ્રો ટ્રેન ફેઝ-2નો કયો રૂટ રહેશે

મેટ્રો ટ્રેનનો ફેઝ-1 સાત-આઠ વર્ષની કામગીરી બાદ શરૂ થઈ રહ્યો છે, તો હવે મેટ્રો ફેઝ-2 પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર રહેશે, જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.

PM Narendra Modi