ahmedabad mumbai bullet train site crane collapses : ગુજરાતના વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગુરુવારે સવારે નેશનલ હાઇ-સ્પીડ રેલ કોરિડોરના નિર્માણ સ્થળે ગેન્ટ્રી ક્રેન તૂટી પડતાં એક મજૂરનું મોત થયું હતું અને અન્ય છ લોકો ફસાતા ઈજાગ્રસ્ત થયા હતા.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના પ્રવક્તાએ માંગરોલ-કંબોલા પેચ પર અકસ્માતની પુષ્ટિ કરી છે. જો કે, મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
વડોદરા ફાયર વિભાગે ક્રેન નીચે ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં એક કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે એલિવેટેડ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, જે મુંબઈને અમદાવાદ સાથે જોડશે. આ વિભાગનું બાંધકામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ L&T દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને NHSRCL દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો – બિલ્ડીંગ ધરાશાયી : અમદાવાદ મકરબામાં એક પુરૂષ, તો ભાવનગરમાં એક મહિલાનું મોત
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ક્રેનની નીચે લગભગ 10 કામદારો કામ કરી રહ્યા હતા જ્યારે તે “ઉઘડી અને તૂટી પડી, જેના કારણે તેનું લોન્ચર પડી ગયું”. જણાવવામાં આવી રહ્યું છે કે, ક્રેન નીચે દબાઈ જવાથી એક મજૂરનું મોત થયું છે, જ્યારે અન્ય છ લોકો કાટમાળમાં ફસાયા હોવાનું કહેવાય છે, તેમને બચાવવાની કામગીરી ચાલુ છે, એક સિવાય અન્ય કોઈના મોત અંગે હજુ પુષ્ટી નથી થઈ.





