/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/ICC-World-Cup-match-ahmedabad.jpg)
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે મેચો શરૂ થવા જઈ રહી છે. (ફોટો - જીસીએ)
Ahmedabad Narendra Modi Stadium : અમદાવાદના નરેન્દ્ર મોદ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને રાજકોટથી ઝડપી લેવાયો છે. તમને જણાવી દઇયે કે, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે જેને ધ્યાનમાં રાખી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ રાજકોટથી ઝડપાયો
અમદાવાદના પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો છે. આ શખ્સનું નામ કિશન હોવાનું મનાય છે. આ વ્યક્તિ મૂળ મધ્યપ્રદેશનો છે અને હાલ રાજકોટમાં રહે છે. ક્રાઇમ બ્રાન્ચે જે શખ્સની ધરપકડ કરી છે તે એક વીડિયો બ્લોગર છે અને માત્ર મજા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શખ્સની ધરપકડ કરવાની સાથે સાથે તેના મોબાઇ અને લેપટોપ પણ જપ્ત કરી લીધા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/narendra-modi-stadium-1.jpg)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવાર ભારત-પાકિસ્તાનની મેચને લઇ કેવી છે સુરક્ષા વ્યવસ્થા
આઇસીસી વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરી રહ્યુ છે. વર્લ્ડ કપની તમામ ક્રિકેટ મચો અમદાવાદ સહિત ઘણા રાજ્યોમાં રમાશે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત- પાકિસ્તાનની રોમાંચક મેચ રમાશે. આ મેચને લઇ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારી લેવામાં આવી છે.
આ પણ વાંચો | અમદાવાદ મોટેરા સ્ટેડિયમ માટે વિશેષ ટિકિટો, અમદાવાદ મેટ્રોએ વર્લ્ડ કપ માટે જુઓ કેવી તૈયારી કરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી અને ખંડણીની માંગણી
આઈસીસી વર્લ્ડ કપ 2023ની ક્રિકેટ મેચ જ્યારથી ભારતમાં યોજવાની ઘોષણા કરાઇથી છે જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીના વીડિયો-મેસેજ, ઇ-મેલ વાયરલ થવા લાગ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને તાજેતરમાં જ એક ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં 500 કરોડની ખંડણીની માગણી કરાઇ હતી. તે ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ જેલમાંથી મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
હવે તમે વોટ્સઅપ પર લેટેસ્ટ ન્યૂઝ મેળવી શકશો. ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી વોટ્સઅપ ચેનલ ફોલો કરી તમે દેશ દુનિયાના લેટેસ્ટ ન્યૂઝ મેળવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us