અમદાવાદ: સ્પામાં દરોડા, ગેરકાયદે ચાલતો દેહવ્યાપાર, 5 પકડાયા

Ahmedabad spa raided : ઓઢવ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એસ. કંડોલિયાએ જણાવ્યું હતું કે, “આ સ્પા ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો. અમે આઠ મહિલાઓને છોડાવી છે, જેમાંથી ચાર મિઝોરમની, બે નાગાલેન્ડની અને એક-એક અરુણાચલ પ્રદેશ અને હરિયાણાની છે.

Written by Kiran Mehta
September 28, 2023 19:23 IST
અમદાવાદ: સ્પામાં દરોડા, ગેરકાયદે ચાલતો દેહવ્યાપાર, 5 પકડાયા
અમદાવાદ ઓઢવમાં સ્પામાં દરોડા

રીજીત બેનરજી : શહેરમાં સ્પા ચલાવવાના બહાને માનવ તસ્કરીમાં સંડોવાયેલા હોવાના આરોપમાં મંગળવારે મોડી રાત્રે પોલીસે ઓઢવના પરિસરમાં દરોડા પાડતા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને બુધવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, કોર્ટે તમામ આરોપીને સાબરમતી જેલમાં મોકલી દીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, પાંચ આરોપીઓમાં બોધી ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરના માલિક રાહુલ વાલંદ (29) અને ચાંદખેડાના રહેવાસી તેમજ વસ્ત્રાલના રહેવાસી નિકુલ દેસાઈ (26) નો સમાવેશ થાય છે, જે સ્પાના હેલ્પર છે. સ્પામાં અન્ય ત્રણ ગ્રાહકો પણ હતા – આસ્ટોડિયાના શોએબ ઈન્દાવાલા (33) અને અમદાવાદના નારોલના રવિ પ્રજાપતિ (27) તેમજ મહારાષ્ટ્રના ખંડેરના સાદ અહેમદ નબી (24) હતા.

ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, સ્પા ઓઢવ નજીક ધર્મકુંજ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલું છે.

પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમને લોકો તરફથી વારંવાર ફરિયાદો મળતી હતી કે, આરોપીઓ બોડી મસાજ પાર્લર ચલાવવાની આડમાં અનૈતિક દેહ વેપારમાં સંડોવાયેલા છે.

ફરિયાદોની ચકાસણી કર્યા પછી, પોલીસે એક ડીકોયને મોકલ્યો, જેને મંગળવારે રાત્રે સ્પામાં ક્લાયન્ટ તરીકે ઉભો કર્યો.

એફઆઈઆર મુજબ, પોલીસે તે વ્યક્તિને સ્પા સેન્ટરના માલિક સાથે “સેક્સની સાથે બોડી મસાજ” માટે પૂછવા કહ્યું. જેમ જેમ ડિકૉયએ સૂચનાઓનું પાલન કર્યું, તેમ તેણે કિંમત નક્કી કરી અને ફાળવેલ રૂમમાં ગયો, જ્યાંથી તેણે સ્પાની બહાર રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓને મિસ્ડ કોલ આપ્યો.

થોડી જ વારમાં પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પાંચેય આરોપીઓને પકડી લીધા હતા. એફઆઈઆર મુજબ, ત્રણેય ગ્રાહકો મહિલાઓ સાથે “કઢંગી હાલતમાં” જોવા મળ્યા હતા, જેમાંથી એકે દાવો કર્યો હતો કે,  દરેક “ગ્રાહક” પાસે 1,000 રૂપિયા લીધા હતા.

પોલીસ ટીમે સ્પામાંથી સેલફોન, લેપટોપ અને કોન્ડોમના પેકેટો જપ્ત કર્યા હતા, એમ એફઆઈઆરમાં ઉમેર્યું હતું.

ઓઢવ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એસ. કંડોલિયાએ જણાવ્યું હતું કે, “આ સ્પા ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો. અમે આઠ મહિલાઓને છોડાવી છે, જેમાંથી ચાર મિઝોરમની, બે નાગાલેન્ડની અને એક-એક અરુણાચલ પ્રદેશ અને હરિયાણાની છે. આ છોકરીઓને સ્પા સેવાઓ પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવી હતી, પરંતુ પૈસા માટે તેમને (વેશ્યાવૃત્તિમાં) ધંધામાં ધકેલવામાં આવી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : સિંધુ ભવન રોડ પર સ્પા માલિકે યુવતીને ઢસડી-ઢસડી માર્યો ઢોર માર, લોકોમાં રોષ – VIDEO વાયરલ

આરોપીઓ સામે કલમ 3 (કોઈપણ વ્યક્તિ જે જગ્યાને વેશ્યાલય તરીકે રાખે છે અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે), 4 (18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ જે જાણી જોઈને અન્ય વ્યક્તિની વેશ્યાવૃત્તિની કમાણી પર જીવે છે), કલમ 5, 7 (સાર્વજનિક સ્થળોમાં અથવા તેની નજીક વેશ્યાવૃત્તિ) અને કલમ 9 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ