Air India Plane Crash In Ahmedabad: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરી પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી બાજુ એક પરિવાર પોતાના વ્યક્તિની હજી પણ શોધખોળ કરી રહ્યું છે. 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 વાગે અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા નામનો વ્યક્તિ ગાયબ છે. ફિલ્મ અને મ્યુઝિક આલ્બમનું ડાયરેક્શન કરતા મહેશ કાલાવાડિયાના મોબાઇલનું છેલ્લે લોકેશન અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાથી 700 મીટર દૂર નોંધાયું છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના બાદથી 34 વર્ષીય મહેશ કાલાવાડિયા ગાયબ છે. મહેશની પત્ની હેતલે જણાવ્યું હતું કે, તે દિવસે તેઓ લો ગાર્ડન એરિયામાં કોઇને મળવા ગયા હતા. 1.14 વાગે ફોન કરીને કહ્યું કે, તેની મિટિંગ પતી ગઇ છે અને તે ઘરે પાછો આવી રહ્યો છે. જો કે પાછા ન આવતા મેં તેમને ફોન કર્યો, પરંતુ તે સ્વિચ ઓફ હતો.
મહેશ કાલાવાડિયાના નાના ભાઈ કાર્તિક (32 વર્ષ) એ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું , “તેમણે ગુરુવારે બપોરે 1:10 વાગ્યે તેમની પત્ની હેતલ સાથે વાત કરી અને કહ્યું કે તેમની લો ગાર્ડન નજીકની મીટિંગ હમણાં જ પૂર્ણ થઈ છે, અને તેમણે કહ્યું કે તેઓ તેમના નરોડા ઘરે જઈ રહ્યા છે.
કાર્તિકે કહ્યું કે, જ્યારે મહેશ એક કલાક સુધી ઘરે પાછો ન ફર્યો ત્યારે હેતલે તેના મોબાઇલ નંબર પર કોલ કર્યો, જે બંધ હતો. તે સતત કોલ કરતી રહી પણ સંપર્ક થઇ શક્યો નહીં.
જ્યારે હેતલે વિમાન દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારે કાર્તિકને ફોન કર્યો. ત્યાર પછી તેના ભાઈને શોધવાનું શરૂ કર્યું. ત્યારે મને લાગ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મેઘાણી નગરની મેડિકલ હોસ્ટેલ જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી સામાન્ય રીતે મહેશ અવરજવર કરતો ન હતો.
જ્યારે તે પોલીસ સ્ટેશન ગયો, ત્યારે મોટાભાગના અધિકારીઓ અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનાની બચાવ કામગીરીમાં વ્યસ્ત હતા. તેમણે ઉમેર્યું કે, “ત્યાર પછીના 24 કલાકમાં કેટલાક મદદગાર પોલીસ દ્વારા અમને જાણવા મળ્યું કે મારા ભાઈનો ફોન બંધ થાય તે પહેલાંનું છેલ્લું લોકેશન મેઘાણી નગરમાં હતું, જે સ્થળથી લગભગ 700 મીટર દૂર હતું. અમને કહેવામાં આવ્યું હતું કે મોબાઇલ ડેટા ચોક્કસ લોકેશન બતાવતો નથી, તેથી તે અકસ્માત સ્થળની નજીક હોઈ શકે છે.”
મહેશ કાલાવાડિયા આ રસ્તા પર કેમ આવ્યો તેનાથી ડરેલા મૂંઝાયેલા કાર્તિક અને તેમના સંબંધીઓ તે વિસ્તારની બધી હોસ્પિટલોમાં ગયા હતા.
કાર્તિક કહે છે, “અમને કહેવામાં આવ્યું હતું કે બધા મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં છે. ત્યાં પણ, અમે મૃતકો, ઘાયલો અને લાવારિસ વ્યક્તિઓની યાદી તપાસી, પરંતુ મારા ભાઈનું નામ ક્યાંય ન હતું. છેલ્લી બે રાતથી અમે હોસ્પિટલ થી પોલીસ સ્ટેશન અને અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છીએ, પરંતુ કોઈ અપડેટ મળ્યા નથી.”
આ પણ વાંચો | કેન્સરમાં માતાના મોત બાદ પ્લેન કેશમાં પિતા પણ ગુમાવ્યા, 18 દિવસમાં 2 પુત્રીઓ થઇ અનાથ
તે તેની બાઇકને ટ્રેસ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે, જેનાથી કેટલીક કડીઓ મળી શકે, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેમણે ઉમેર્યું કે, “અમે સ્થાનિક નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, પરંતુ તેઓ કંઈ ખાસ કરી શક્યા નથી, અને અમે ફક્ત તેની સલામતીના સમાચાર મેળવવાની આશા રાખીએ છીએ.”





